એજ્યુકેશનબિઝનેસસુરત

શ્રમ અને રોજગાર મંત્રી બળવંતસિંહ રાજપૂતે એએમ/એનએસ ઈન્ડિયાની સ્કિલ એકેડમીની મુલાકાત લીધી

હજીરા-સુરત, 7 જાન્યુઆરી 2023: ગુજરાત રાજ્યના ઈન્ડસ્ટ્રિઝ, સિવિલ એવિએશન, રૂરલ ડેવલોપમેન્ટ, શ્રમ અને રોજગાર મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂતે શનિવારે સુરતમાં હજીરા ખાતે આવેલા આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડિયા (એએમ/એનએસ ઈન્ડિયા)ના એકેડમી ફોર સ્કિલ ડેવલપમેન્ટની મુલાકાત લીધી હતી. 

એકેડમી એન્જીનિયરને થિયોરેટિકલ અને પ્રેક્ટિકલ ટ્રેનિંગ આપી તેમની કુશળતા વધારમાં  સહાય કરે છે. ગુજરાત સરકારની પહેલ કૌશલ્ય-ધ સ્કિલ યુનિવર્સિટી સાથે એકેડેમીએ ભાગીદારી કરી બેચલર્સ ડીગ્રી ઈન સ્ટીલ ટેકનોલોજી, બેચલર્સ ડિગ્રી ઈન રિન્યુએબલ એનર્જી અને પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઇન સ્ટીલ ટેકનોલોજી ત્રણ સંકલિત અભ્યાસક્રમો ઓફર કરે છે.  

એએમ/એનએસ ઈન્ડિયાના હ્યૂમન રિસોર્સ ઑપરેશન્સ, આઈઆર અને એડમિનિસ્ટ્રેશન વિભાગના હેડ ડૉ. અનિલ મટૂએ જણાવ્યું કે, રાજ્યના શ્રમ અને રોજગાર મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂતને એએમ/એનએસના એકેડમી ફોર સ્કિલ ડેવલપમેન્ટ ખાતે આમંત્રિત કરતાં અમને ઘણો આનંદ થાય છે. તેમણે એકેડમીની કામગીરીમાં ઘણો રસ દાખવ્યો અને સ્કિલ ડેવલપમેન્ટના આ પ્રયત્ન માટે પ્રશંસા પણ કરી હતી. અમે એકેડેમીમાં વર્ગખંડમાં શિક્ષણ ઉપરાંત પ્રેક્ટિકલ તાલીમના મિશ્રણ સાથે યુવા ઉમેદવારોને સર્વગ્રાહી શિક્ષણ પ્રદાન કરવાની અમારી જવાબદારીનો પુનરોચ્ચાર કર્યો છે.

એએમ/એનએસ ઈન્ડિયાએ અત્યાધુનિક લર્નિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ટ્રેનિંગ હોલ, ક્લાસરૂમ, ટેકનિકલ લેબ, કમ્પ્યુટર લેબ, લાઈબ્રેરી અને અન્ય સુવિધાઓથી સજ્જ એકેડમીની નવી અને મોટી ઈમારત પર કામ શરૂ કર્યું છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button