એલ.પી. સવાણી ગ્રુપ ઓફ સ્કૂલ્સ દ્વારા અને પારુલ યુનિવર્સિટીના સહયોગથી તારીખ 27 /12 /2022 ને મંગળવારના રોજ સંજીવકુમાર ઓડિટોરિયમ, પાલ, સુરત ખાતે મોટીવેશનલ સ્પીકર શૈલેષ સાગપરિયા અને ડૉ. પવન દ્વિવેદી દ્વારા ધો- 12 ના વિદ્યાર્થીઓ માટે પ્રેરક સેમિનાર નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 1100 જેટલા વિદ્યાર્થીઓએ હાજરી આપી હતી. જેમાં વિદ્યાર્થીઓને પરીક્ષા અગાઉની તૈયારી, ભવિષ્યલક્ષી માર્ગદર્શન, માનસિક દબાણ માંથી તેમને ઉગાડવા જેવા મુદ્દે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. એમના દ્વારા કહેવામાં આવ્યું હતું કે,જો યોગ્ય દિશામાં ખરા અર્થમાં હિંમતપૂર્વક પરિશ્રમ કરવામાં આવે તો ધાર્યું પરિણામ મેળવી શકાય છે.
આ સેમિનારમાં મુખ્ય મહેમાન તરીકે સુરતના કલેકટર આયુષ ઓક , M.L.A પૂર્ણેશ મોદી, વનિતા વિશ્રામ વુમન્સ યુનિવર્સિટી ના વાઇસ ચાન્સેલર ડૉ. દક્ષેશ ઠાકર,SGCCI ના ઉપપ્રમુખ રમેશભાઈ વાઘસિયા,એલ.પી. સવાણી ગ્રુપ ઓફ સ્કૂલ્સના ચેરમેન માવજીભાઈ સવાણી, વાઇસ ચેરમેન ધર્મેન્દ્રભાઈ સવાણી, આચાર્ય, સુપરવાઇઝર, શિક્ષકગણ, વાલીશ્રી તથા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ સેમિનારમાં સુરતના કલેકટર આયુષ ઓક બેઝિક પુસ્તકોનું વાંચન તેમજ ગવર્મેન્ટ પરીક્ષાની તૈયારી કઈ રીતે કરીને સફળતા પ્રાપ્ત કરી શકાય તેમજ નામાંકિત વક્તા શૈલેષ સાગપરિયા તમારી સફળતા અને નિષ્ફળતા એ તમારી આજુબાજુના લોકો પર નક્કી કરે છે તેમજ તમને તમારી જાત પર વિશ્વાસ હોવાથી ગમે એ શિખર સર કરી શકો અને જાત સાથે વાત કરીને તમારૂ ભવિષ્યને ઉજ્જવળ બનાવી વિધાર્થીને ઉત્સાહિત કર્યા,
તેમજ ડૉ. પવન દ્વિવેદી પણ વિધાર્થીને પોતાના માતા-પિતાની જૂનામાં-જૂની બીમારી ને દૂર કરવા માટે જૂન મહિનાના ન્યુઝ પપેરમાં તમારો ફન્ટ પેજમાં રિઝલ્ટ સાથે ફોટો આવે એ બાબત સમજાવીને વિધાર્થીને ઉત્સાહિત કર્યા તેમજ આવનારી મુશ્કેલીઓમાંથી પસાર થઈ શકો એ માટે સરસ સૂત્ર આપ્યું કે પ્રૉબ્લેમ + ફાઇટ = હીરો કારણ કે હીરો જેટલો ધસાઈ એટલો ચમકદાર બને એવી રીતે વિધાર્થીઓ આ યુગમાં ચમકે એ બાબત સમજાવીને ઉત્સાહિત કર્યા.
આ સેમિનારમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ સંચાર સાથે તેઓ જે તણાવ અનુભવી રહ્યા હતા તેમાં પણ તેમને રાહત અનુભવી હતી. આ સેમિનારને પગલે વિદ્યાર્થીઓની અનેક મૂંઝવણો દૂર થઈ હતી. આમ વિદ્યાર્થીઓનું ભાવિ ઉજ્જવળ બને તે માટેનો ખૂબ જ સરસ સેમિનાર યોજાયો હતો.