આત્મવિશ્વાસુ, ઇનોવેટિવ અને ક્રિએટીવ મહિલાઓનું પ્રતિક છે કિંજલ મહેતા
ફાઇનાન્સયિલ સેક્ટરમાં મહિલા ઉદ્યોગસાહસિકોનો પગદંડો, સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ અપનાવી બિઝનેસમાં માહિર
ભારતીય સ્ટાર્ટ-અપ્સના ઇકોસિસ્ટમમાં ઝડપભેર ગ્રોથ જોવા મળી રહ્યો છે. છેલ્લા કેટલાક સમયથી ઉદ્યોગસાહસિકો સ્ટાર્ટઅપના સહારે વેપારને વેગ આપી રહ્યાં છે. ખાસ કરીને મહિલા ઉદ્યોગસાહસિકો નાણાકિય સેક્ટરમાં પગદંડો જમાવી રહી છે. ટેક્નોલોજીના યુગમાં મહિલાઓ ઝડપભેર આગળ વધી રહી છે. ફાઇનાન્સિયલ પ્લાનિંગ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, કંપની સેક્રેટરી, એચઆર ડિપાર્ટમેન્ટ, ઇક્વિટી તેમજ અન્ય સેક્ટરમાં મહિલાઓનું વર્ચસ્વ સતત વધી રહ્યું છે.
હવે મહિલાઓ માત્ર ઘર સંભાળીને બેસી નથી રહેતી ઘર સાથે સામાજિક જવાબદારી અને કમાણીનું સર્જન પણ કરવા લાગી છે. આ ત્રિવેણી સંગમ ધરાવતા આત્મવિશ્વાસુ, ઇનોવેટિવ અને ક્રિએટીવ મહિલા તરીકેનું પ્રતિક એવા કિંજલ મહેતા અનેક મહિલાઓ માટે પત્રિક બન્યા છે.
ફાઇનાન્સિયલ સેક્ટરની ગુજરાતની અગ્રણી મહેતા વેલ્થ લિમિટેડમાં ડિરેક્ટર અને સીઓઓ કિંજલ મહેતા વેલ્થ મેનેજમેન્ટ ક્ષેત્રે ઉમદા કામગીરી નિભાવી રહ્યાં છે. તેમના તમામ વ્યવહારોમાં આચાર અને સેવાઓના ઉચ્ચતમ ધોરણોને જાળવી રાખ્યા છે. તેઓનું કહેવું છે કે “અમારા માટે સૌથી વધુ મહત્ત્વના લોકો છે. અમે તેમને શ્રેષ્ઠ સેવા આપવા માટે સમર્પિત છીએ.”
ફાઇનાન્સિયલ સેક્ટરમાં પ્રીમિયમ વેલ્થ મેનેજમેન્ટ રોકાણકારોનું પ્રવેશ દ્વાર બન્યું છે જે તેમના નાણાકીય ધ્યેયો હાંસલ કરવા માટે HNIs અને અલ્ટ્રા HNIsને પૂરી પાડે છે. રોકાણનો વ્યવસાયિક અને માળખાગત માર્ગ રજૂ કરે છે જે તેમને નાણાકીય સ્વતંત્રતા આપે છે. સેવાઓની વિશાળ શ્રેણીમાં પોર્ટફોલિયો મેનેજમેન્ટ સર્વિસિસ (PMS), વૈકલ્પિક રોકાણ ફંડ (AIF), ખાનગી ઇક્વિટી, વૈશ્વિક રોકાણ ફંડ અને રિયલ એસ્ટેટ ફંડનો સમાવેશ કરવામાં આવ્યો છે અને આ તમામ બાબતોને મહિલા ઉદ્યોગસાહસિક એવા કિંજલ મહેતા રોકાણ જાગ્રૃતિ પ્રત્યે મહિલાઓને સશક્ત કરી રહી છે. આજના કોર્પોરેટ જગતમાં મહિલાઓને ટકી રહેવાનું મુશ્કેલ લાગે છે કારણ કે પુરુષો તેમને તેમની કારકિર્દીમાં આગળ આવવા દેવામાં ખીચખીચાટ અનુભવે છે. પરંતુ હવે પરિવર્તન આવી રહ્યું છે.
મહિલા ઉદ્યોગસાહસિક માટે ક્રાંતિનો અર્થ શું છે?
વૈશ્વિકીકરણ, ડિજિટલાઇઝેશન અને સ્ટાર્ટ-અપની તેજીના આ સુવર્ણ યુગમાં, ભારત મહિલા ઉદ્યોગસાહસિકો માટે ક્રાંતિ જોઈ રહ્યું છે. કેન્દ્ર સરકારની વસ્તી ગણતરી મુજબ, કુલ 14% ભારતમાં ઉદ્યોગ સાહસિકતામાં મહિલા સાહસિકોનું યોગદાન છે, જોકે, હજુ પણ ઓછું છે. જો આપણે સ્ત્રી અને પુરુષ વચ્ચે સમાનતાની વાત કરીએ છીએ તો સા સેક્ટરમાં પણ સમાન હક્ક હોવા જોઇએ. દરેક સ્ત્રીએ પોતાના માટે આગેવાની લેવી જોઈએ. પોતાની જાતને આત્મવિશ્વાસ, સફળતાના શિખરો સર કરવાની તક કેળવવી જોઇએ.
ફાઇનાન્સિયલ ઇન્ડસ્ટ્રીઝમાં કેવા પરિવર્તન આવ્યા
ફાઇનાન્સ ઇન્ડસ્ટ્રી વિશે વાત કરીએ તો તે એક દાયકામાં ધરમૂળથી બદલાઈ ગયો છે. ઉદ્યોગ વધુ પરિપક્વ અને રોકાણકારો કેન્દ્રિત બન્યો છે. કામમગીરી માટે અદ્યતન ટેકનોલોજી, ગ્લોબલ ઇન્વેસ્ટર કોન્ફરન્સ, વિશિષ્ટ પ્રીમિયમ પ્રોડક્ટ, ફંડ મેનેજર્સ, માર્કેટિંગ, હ્યુમન રિસોર્સ, ઓપરેશન્સ, કસ્ટમર ડિલાઇટ ફાઇનાન્સ દ્વારા સંચાલિત છે.