મોંઘવારી અને ખર્ચાઓ વધી રહ્યા છે, રોકાણથી જ વેલ્થ ક્રિએશન : અભિષેક શાહ
મેરા વેલ્થ પ્લાન દ્વારા મહિલા દિવસ નિમિત્તે ફાઇનાન્સિયલ નોલેજ પર સેમિનાર યોજાયો

સુરત : આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે મેરા વેલ્થ પ્લાન ના અભિષેક શાહ દ્વારા પાલ આરટીઓ પાસે આવેલા જૂનોમોનેટા ટાવરના બેંકવેટેરીયા ખાતે મહિલાઓ અને 15 વર્ષથી મોટી ઉંમરની દીકરીઓ માટે સેમિનાર આયોજિત કરવામાં આવ્યો.
મેરા વેલ્થ પ્લાન કંપનીના એમડી અને સીઇઓ અભિષેક શાહના જણાવ્યા મુજબ મહિલા દિવસ નિમિત્તે મહિલાઓને ફાઇનાન્સિયલ શિક્ષિત કેવી રીતે કરી શકાય તે માટે સેમિનાર યોજાયો હતો. સેમિનારનો મુખ્ય ઉદ્દેશ મહિલાઓને આવનારા સમયમાં આર્થિક સ્વતંત્રતા તરફ કેવી રીતે આગળ વધી શકાય અને પોતાના પરિવારને કેવી રીતે આર્થિક મદદરૂપ થઈ શકાય તે હતો. નોકરીયાત હોય કે ગૃહિણીઓ તે આર્થિક નોલેજ મેળવી પરિવારને મદદરૂપ થઈ શકે તે અંગે મહિલાઓ અને 15 વર્ષથી મોટી દીકરીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું.
ભવિષ્યમાં પડનારી આર્થિક મુશ્કેલીઓ, ફુગાવાની અસર, સેવિંગ અને ઇન્વેસ્ટમેન્ટ વચ્ચેનો તફાવત, ઇન્વેસ્ટમેન્ટના સાધનો અંગે મહિલાઓને માહિતગાર કરવામાં આવી. એક રિસર્ચ જણાવે છે કે ઇન્વેસ્ટમેન્ટની બાબતમાં પુરુષો કરતાં મહિલાઓ ખૂબ જ સક્સેસફુલ છે. મહિલાઓને ભગવાને કુદરતી શક્તિ આપી છે કે ખરાબ પરિસ્થિતિમાં કેવું બિહેવ કરવું, પેશન્સ રાખવી, વસ્તુને સારી રીતે સમજવું તેથી મહિલાઓ પણ સારા રોકાણકાર બની શકે છે.
મોંઘવારી અને જીવન આવશ્યક ખર્ચાઓ વધી રહ્યા છે,આવનારા સમયમાં ફાઇનાન્સિયલ પ્લાનિંગ નું ખૂબ જ મહત્વ વધવાનું છે. બિઝનેસ હોય કે જોબ ચેલેન્જીસ ઘણા છે ત્યારે રોકાણ દ્વારા જ વેલ્થ ક્રિએશન થઈ શકે તેના પર વધુ ભાર આપવો પડશે. ફાઇનાન્સિયલ ભવિષ્ય સુરક્ષિત કરવા લોકોને સમજાવવામાં આવ્યા હતા.
અભિષેક શાહ એ સુરત વાસીઓને મેસેજ આપ્યો હતો કે દરેક મહિલાએ ફાઇનાન્સીયલી લિટ્રેસી તરફ નોલેજ વધારવું જોઈએ. ફાઇનાન્સિયલ સબ્જેક્ટ માત્ર પુરુષોનો જ નથી મહિલાઓએ ફાઇનાન્સિયલ નોલેજ લઈ પરિવારને આર્થિક મદદ પહોંચાડવામાં પોતાનો ફાળો આપવો જોઈએ.
વિરલ વોરા મેનેજર એ કહ્યું કે આજના સેમિનારથી અમે મહિલાઓને રસોઈના એક્સપર્ટ માંથી ફાઇનાન્સિયલ એક્સપર્ટ બનાવવાનો પ્રયત્ન કર્યો છે. સેવિંગ અને મોંઘવારીની સમજ આપી રોકાણ કરતી વખતે મોંઘવારી ફુગાવાને કેટલું મહત્વ આપવું જોઈએ તે જણાવ્યું. મહિલાઓનું રોકાણનો પ્રિય ઓપ્શન ગોલ્ડ અને જ્વેલરી સિવાય એફડી મ્યુચ્યુઅલ ફંડ એસઆઈપી નું મહત્વ સમજાવ્યું. નીડ અને વોન્ટ અંગે માહિતી આપી બિનજરૂરી ખર્ચની બચત કરી તેને એસઆઈ પી માં રોકાણ કરવાનું જણાવ્યું. ખાવા પીવાની સાથે ઇન્વેસ્ટમેન્ટમાં જો રસ ધરાવીએ તો પૈસા કમાવી અને બચાવી શકીએ.
કૃપા મિકેનિકે જણાવ્યું કે આજનો સેમીનાર ઘનોજ નોલેજરૂપ ઇન્ફોર્મેટીક રહ્યો. જાણવા મળ્યું કે ફાઇનાન્સ ને કેવી રીતે ગ્રો કરી શકો. જો તમે તમારા પૈસાની કામે નથી લગાડતા તો ભવિષ્યમાં શું લોસ થઈ શકે છે તેની જાણકારી મળી. મોંઘવારીને નાથવા માટે જો તમે પૈસાને કામે નથી લગાડતા તો તે તમારો ડ્રો બેક સાબિત થઈ શકે છે.
જે મહિલાઓ કોઈ કારણસર આજના સેમિનારમાં હાજર ન રહી તે એકવાર મેરા વેલ્થ પ્લાન ને મળી પૂછી શકે કે મારી પાસે આટલા પૈસા છે તો તેને હું કેવી રીતે કામે લગાડી શકીશ.