![](https://divyagujarati.com/wp-content/uploads/2023/05/PHOTO-2023-05-18-18-55-07.jpg)
સુરત મહાનગરપાલિકા ઘ્વારા અંદાજિત રૂ. ૧૧૮.૪ર કરોડના ખર્ચે સાકારિત તાપી નદી ઉપર વેડ-વરીયાવ વિસ્તારને જોડતા રીવર બ્રિજ તથા વિવિધ ઝોન વિસ્તારમાં અંદાજિત રૂ.૧૩૦.૯૩ કરોડના ખર્ચે વિવિધ પ્રકલ્પોનાં લોકાર્પણ/ખાતમુહૂર્ત તથા સુરત શહેરી વિકાસ સત્તામંડળ ઘ્વારા અંદાજિત રૂ.૪૩.પ૦ કરોડના ખર્ચે ખાતમુહૂર્ત થનાર પ્રકલ્પની તકતીઓની અનાવરણવિધિ વેડ વરિયાવ બ્રિજ વેડ તરફના છેડથી કરવામાં આવી.
વેડ-વરીયાવ વિસ્તારને જોડતા રીવર બ્રિજના લોકાર્પણ પ્રસંગે સ્વાગત પ્રવચન કરતા માન. કમિશનર શાલિની અગ્રવાલ[ જણાવ્યું કે આજે સુરત શહેર માટે એક અનેરો દિવસ છે. રૂ.૧૧૮ કરોડના ખર્ચે સાકારિત વેડ – વરિયાવ વિસ્તારને જોડતા રિવર બ્રિજનું આજે લોકાર્પણ થવાનું છે. બ્રિજ સિટી તરીકે ખ્યાતનામ સુરત શહેરમાં નવા બ્રિજનો ઉમેરો થશે. આ ઉપરાંત અંદાજીત રૂ.૧૩૦.૯૩ કરોડના ખર્ચે વિવિધ ઝોન વિસ્તારમાં વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ/ખાતમુહૂર્ત થવા જઇ રહયા છે. આ તમામ વિકાલક્ષી પ્રકલ્પો છે. ર૦ર૩-ર૪ના બજેટમાં સ્વાસ્થ્ય અને શિક્ષણ ઉપર વિશેષ ભાર મુકવામાં આવેલ છે.
ગુજરાતમાં ૩પ% જેટલા ઇ-વ્હીકલ સુરત શહેરમાં
ગુજરાતમાં ૩પ% જેટલા ઇ-વ્હીકલ સુરત શહેરમાં તથા ભારતનાં ૩% જેટલા ઇ-વ્હીકલ સુરત શહેરમાં છે. જે ઘ્યાને લઇ ર૩ જેટલા લોકેશનો પર ફાસ્ટ પબ્લિક ચાર્જીંગ સ્ટેશન કાર્યરત કરવાના કામનું લોકાર્પણ કરવામાં આવશે. તેમજ રૂ.૪૩ કરોડના ખર્ચે સુરત શહેરી વિકાસ સત્તામંડળે સુડા સુરત મહાનગરપાલિકાના હદથી નરથાણ ગામ સુધી રોડ બનાવવાનાં કામનું ખાતમુહૂર્ત તળાવ ડેવલપ કરવાનું કામ ફાયર સેફટીના સાધનો વોટર બાઉઝર વીથ બુમ મોનિટરનું લોકાર્પણ તથા ઢોર ડબ્બાના કામનું ખાતમુહૂર્ત તથા શહીદ-સ્મારક ફેઝ-૦રનું ખાતમુહૂર્ત સહિતના વિવિધ પ્રકલ્પોની સંક્ષિપ્ત માહિતી આપી હતી.મંચસ્થ મહાનુભાવોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું.
બ્રિજ સાકારિત થવાથી અંદાજિત ૮ લાખ લોકોને ફાયદો થશે
આ કાર્યક્રમ પ્રસંગે ધારાસભ્ય વિનોદભાઇ મોરડિયા તેમના ઉદૂબોધનમાં જણાવ્યું કે વેડ-વરિયાવ બ્રિજની કામગીરી સંપન્ન થતા લોકોની અપેક્ષાઓ પૂર્ણ થયેલ છે. આ બ્રિજ સાકારિત થવાથી અંદાજિત ૮ લાખ લોકોને ફાયદો થશે. છેલ્લા ૧પ વર્ષમાં કતારગામ વિસ્તારમાં આ ૬ બ્રિજનું લોકાર્પણ થશે. સુરત મહાનગરપાલિકા અને રાજય સરકારની ગ્રાંટ ફાળવવામાં આવતી હોય વહીવટી તંત્ર અને શાસકોના સંકલન થી સુરત શહેર સ્વચ્છતા તથા વિકાસમાં અવ્વલ રહયું છે.
સુરત મહાનગરપાલિકા ઘ્વારા તમામ ઝોન વિસ્તારનો સમતોલ વિકાસ કરવામાં આવે છે. કતારગામ ઝોન વિસ્તારમાં લાઇબ્રેરી તથા અધ્યતન ઓડિટોરિયમ સહિતના પ્રકલ્પોની કામગીરી કાર્યરત છે. માન. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતને ૩ મહત્વની (૧) ગીફટ સિટી (ર) ધોલેરા (૩) સ્ટેચ્યુ ઓફ યુનિટીની ભેટ આપી છે. સુરતની વિકાસયાત્રા સતત આગળ વધી રહી છે. રેલ્વેમાં નવી રેલ્વેલાઇન નાખવાની તથા નવી ટ્રેનો શરૂ કરી પરિવહનની સુવિધાઓમાં વધારો કરવામાં આવેલ છે. આગામી દિવસોમાં તેઓએ જનભાગીદારીથી વધુને વધુ વિકાસના કાર્યો થકી દેશના વિકાસકાર્યોમાં સહયોગ કરવા જણાવ્યું હતું.
આ કાર્યક્રમ પ્રસંગે મંત્રી (રા.ક) વન પર્યાવરણ ,કલાઇમેટ ચેન્જ, જળસંપત્તિ અને પાણી પુરવઠા મુકેશભાઇ પટેલે તેમના ઉદૂબોધનમાં જણાવ્યું કે સુરત શહેરનો જે ગતિએ વિકાસ થઇ રહયો છે. તેનાથી ડબલ ગતિએ સુરત મહાનગરપાલિકા પણ વિકાસના કામો કરી રહી છે. પૂર્વ વડાપ્રધાન શ્રી અટલ બિહારી વાજપાઇના કાર્યકાળ દરમ્યાન વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ દેશનું સુકાન સભાળ્યું ત્યારથી આજે દેશમાં રોજના ર૭ થી ર૮ કિ.મી. રસ્તા બને છે. સુડા સમાવિષ્ટ વિસ્તારમાં આજે જે રૂ. ૪૩ કરોડના ખર્ચે રોડ બનાવવામાં આવશે. એ કામ સુરત અને ઓલપાડ માટે આર્શિવાદ રૂપ છે . વધુમાં આ કાર્યક્રમ પ્રસંગે લોકાર્પણ અને ખાતમુહૂર્ત થનાર વિવિધ પ્રકલ્પોની ફિલ્મ પણ પ્રદર્શિત કરવામાં આવી.
આ કાર્યક્રમ પ્રસંગે કેન્દ્રીય રાજ્યમંત્રી વસ્ત્ર અને રેલવે મંત્રાલય દર્શનાબેન જરદોશે જણાવ્યુ હતું કે આજરોજ સુરત મહાનગરપાલિકાના અંદાજીત રપ૦ કરોડના ખર્ચે સાકારિત તથા સાકારિત થનાર ૧૯ પ્રોજેકટોનું લોકાર્પણ/ખાતમુહૂર્ત કરવામાં આવેલ છે. સુરત શહેરમાં મેયર કમિશનર તથા ધારાસભ્ય અને મંત્રી અને મહિલા કોર્પોરેટર તરીકે મહિલાઓ મહિલા સશકિતકરણનું ઉત્તમ ઉદાહરણ છે. આજે વર્લ્ડ મ્યુઝિયમ ડે અંતર્ગત પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ દિલ્હી ખાતે સેોથી મોટા મ્યુઝિયમનું લોકાર્પણ કરેલ છે. આજરોજ ઓરિસ્સામાં પુરીથી પશ્ચિમ બંગાળ સુધી ૧૬મી વંદે ભારત ટ્રેનનો શુભારંભ કરવામાં આવેલ છે.
આઝાદીના ૭પ વર્ષની ઉજવણી ૭પ ટ્રેન શરૂ કરવાનું આયોજન કરવામાં આવેલ છે. જી-ર૦ સભામાં ર૬ દેશના અને ર૮ પ્રતિનિધિઓ ભારતમાં આવીને પોતે શું પ્રગતિ કરી શકાય?, કયાં ગોલ પર આગળ વધવું હોય એના માટે ચર્ચા કરે છે. તે માટે માન.વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ સૂત્ર આપ્યું છે. વન વર્લ્ડ વન ફેમીલી વન નેશન વન ફયુચર આપ્યું છે. સુરતનું રેલવે સ્ટેશન દેશનું સેો પ્રથમ મલ્ટીમોડેલ રેલવે સ્ટેશન રૂપે વિકસીત કરવામાં આવશે. જેમાં જી.એસ.આર.ટી.સી. સિટી બસ ટર્મિનલ સ્ટેશન અને મેટ્રોથી ટ્રાન્સપોર્ટ કનેકટીવીટી ઉપલબ્ધ થશે. આગામી ૩૦મી જુન સુધીમાં ગુજરાતમાં સરકારની સિદ્ધીઓ પ્રજા સમક્ષ રજુ કરવામાં આવશે.
આ કાર્યક્રમમાં મંત્રી (રા.ક), સંસદીય બાબતો, પ્રાથમિક માઘ્યમિક અને પ્રેોઢ શિક્ષણ, ઉચ્ચ શિક્ષણ શ્રી પ્રફુલભાઇ પાનસેરીયા, માન. મેયર શ્રીમતી હેમાલીબેન બોઘાવાલા, ધારાસભ્ય કાંતિભાઇ બલર, ધારાસભ્ય પ્રવિણભાઇ ઘોઘારી, ધારાસભ્ય સંદિપભાઇ દેસાઇ, ધારાસભ્ય મનુભાઇ પટેલ, સ્થાયી સમિતિ અઘ્યક્ષ પરેશભાઇપટેલ, નેતા શાસકપક્ષ અમિતસિંગ રાજપૂત, દંડક શાસકપક્ષ વિનોદભાઇ પટેલ, વિવિધ સમિતિના અઘ્યક્ષશ્રીઓ, મ્યુ. સદસ્યશ્રીઓ,અધિકારીશ્રીઓ, કર્મચારીઓ, લાભાર્થીઓ, તથા અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
સુરત શહેરના વેડ – વરીયાવ વિસ્તારને જોડતા રીવર બ્રિજ સંદર્ભેની વિસ્તુત માહિતી :-
સુરત શહેર તાપી નદીનાં બન્ને કિનારા તરફ વિસ્તરેલુ અને વિકાસ પામતુ શહેર છે. સુરત શહેરનાં ઉત્તરોઉત્તર વિકાસને ઘ્યાને લેતા તાપી નદીનાં બનંે કાંઠે આવેલ વિસ્તારોને જોડવા માટે બ્રિજોની સંખ્યા પણ તેને અનુલક્ષીને હોવી જરૂરી બની છે. તેમજ નવા વિકાસ પામતા સ્થળોને સુરત શહેર સાથે સાંકળવા માટે પણ પુલોનું નિમાર્ણ કરવું અનિવાર્ય થઇ પડેલ છે. સુરત શહેરનો વેડ – કતારગામ વિસ્તાર વરીયાવનાં વિસ્તાર સાથે તાપી નદી પરનાં જહાંગીરપુરા ડભોલી રીવર બ્રિજથી તથા અમરોલી – કતારગામ વિસ્તાર અમરોલી રીવર બ્રિજથી સંકળાયેલ છે. સદર બ્રિજ ઉપર પણ આજે ટ્રાફિકનું ભારણ ઘણું વધી ગયેલ છે. આથી, શહેરના નદી પરના વિસ્તારના એકસમાન વિકાસ માટે તથા ટ્રાફિકનું ભારણ ઘટાડી શકાય તે હેતુસર તાપી નદી ઉપર હયાત જહાંગીરપુરા – ડભોલી રીવર બ્રિજ તથા અમરોલી રીવર બ્રિજની વચ્ચે વેડ-વરીયાવ વિસ્તારને જોડતાં બ્રિજનું આયોજન હાથ ધરવામાં આવેલ.
ઉપરોક્ત આયોજન મુજબ તાપી નદી ઉપર વેડ રોડ થી વરીયાવ સુધીની નવી કનેકટીવીટી માટે ૧૧૮.૪રકરોડના ખર્ચે રીવર બ્રિજનું નિર્માણ કરવામાં આવેલ છે. ૧.પ૦ કીમી. લંબાઇ ધરાવતો આ રીવર બ્રિજ , ફોર – લેન પહોળાઇ ધરાવે છે. સદર બ્રિજના નિર્માણથી સદર વરીયાવ વિસ્તારનાં રહવેાસીઓને ચોક તથા સ્ટેશન જેવાં શહેરનાં મુખ્ય વિસ્તાર સુધી પહોચંવા માટે ખુબજ સરળતા થઇ જશે. તેમજ વેડ, કતારગામ તથા સુરત શહેરના અન્ય વિસ્તારનાં રહેવાસીઓને પણ સદર બ્રિજના કારણે મુખ્ય શહેરથી આઉટર રીંગ-રોડ અને હાઇ-વે સુધીની નવી કનેકટીવીટી મળશે.
સાથો સાથ સમય અને ઇંધણની પણ બચત થશે. તેમજ સદર બ્રિજના નિર્માણથી અમરોલી – કતારગામ વિસ્તારના લોકોને પણ ટ્રાફિકની સમસ્યામાં ઘણા અંશે રાહત થશે તથા અમરોલી રીવર બ્રિજ પરના ટ્રાફિકના ભારણમાં પણ નોંધપાત્ર ધટાડો જોવા મળશે. આ બ્રિજ બનવાથી અંદાજીત ૬ થી ૮ લાખ લોકોને તેનો લાભ મળશે.