યુનિવર્સિટીના કન્વેન્શન હોલમાં સુરત ડાયમંડ ટ્રેડર્સ એસોસિએશનનું ઉદ્ઘાટન
સુરત : વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કન્વેન્શન હોલમાં શુક્રવાર સાંજે 5:30 કલાકે સુરત ડાયમંડ ટ્રેડર્સ એસોસિએશન સંગઠન ના ઉદ્ઘાટન અવસરે મોટીવેશનલ સ્પીકર સંજયભાઈ રાવલ ઉપસ્થિત રહ્યા હતા. આ સમારોહમાં અતિથિ વિશેષ તરીકે ગૃહ રાજ્ય મંત્રી હર્ષભાઈ સંઘવી તથા સુરતના મેયર હેમાલીબેન પણ ઉપસ્થિત રહ્યા હતા.
ડાયમંડનું ટ્રેડિંગ કરતાં વેપારીઓની સમસ્યાનું સમાધાન કરી શકાય તે માટે સુરત ડાયમંડ ટ્રેડર્સ એસોસિએશનની સ્થાપના કરવામાં આવી છે. ડાયમંડનું ટ્રેડિંગ કરતાં વેપારીઓની અનેક સમસ્યાઓ હોય છે ત્યારે તેમની સમસ્યાઓનું સમાધાન કરી શકાય તે માટે આ એસોસિએશનની સ્થાપના કરવામાં આવી છે.
આ સંગઠનના ફાઉન્ડર કમિટીના સદસ્ય હિતેશ મહેતાના જણાવ્યા મુજબ સુરત ડાયમંડ ટ્રેડિંગ એસોસીએશન સાથે અત્યાર સુધી 600 જેટલા ડાયમંડ ટ્રેડર્સ જોડાયા છે. ડાયમંડ બિઝનેસ ક્ષેત્રે આવનારા સમયમાં વૈશ્વિક પડકારો છે તેની સામે કેવી રીતે સારું માર્કેટિંગ કરીને માલ મોકલી શકાય તે તમામ તકો ટ્રેડર્સને મળી રહે અને તે દિશામાં કામ સંગઠન દ્વારા કરવામાં આવશે. તે ઉપરાંત આ સંગઠન દ્વારા સમાજ ઉપયોગી સામાજિક કાર્યો પણ કરવામાં આવશે.
સુરત ડાયમંડ ટ્રેડર્સ એસોસિએશનના ઉદઘાટન અવસરે મોટી સંખ્યામાં સંગઠનના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. આ અવસરે ડાયમંડ ટ્રેડર્સ અગ્રણીઓ દ્વારા ઉપસ્થિત સભ્યોને ડાયમંડ ટ્રેડિંગ સંદર્ભે જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. ડાયમંડ ઉદ્યોગના અગ્રણીઓ કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને સંગઠનની શોભા વધારી હતી. સુરત ડાયમંડ ટ્રેડર્સ એસોસિએશન ફાઉન્ડર કમિટી દ્વારા આયોજિત આ કાર્યક્રમને ઘણો સારો પ્રતિસાદ ડાયમંડ ક્ષેત્ર સાથે સંકળાયેલા સભ્ય દ્વારા મળ્યો હતો.