પુણામાં બે જુદા જુદા યુવકોએ સગીરાને પ્રેમ જાળમાં ફસાવી બદકામ કર્યું
અજય સોની અને યુસુફ શેખ સામે પૂણા પોલીસમાં બળાત્કારની ફરિયાદ નોંધાઈ
સીંગણપોર ડભોલી હરિદર્શનનો ખાડો સુમન પ્રતિક આવાસ ના નવમા માળે રહેતા કેવલ કલ્પેશ માંડલિયા સામે રાખીબેન (નામ બદલ્યું છે)એ અપહરણની ફરિયાદ આપતા જણાવ્યું હતું કે રાખીબેન ની સગીર વયની પુત્રી રીટા (નામ બદલ્યું છે) ટ્યુશન ક્લાસ તેમજ સ્કૂલે જતી હતી ત્યારે કેવલ માંડલિયા તેનો પીછો કરી ખરાબ નજરથી જોતો હતો અને કેવલે રીટા નો વોટ્સઅપ નંબર મેળવ્યો હતો.
ત્યારબાદ રીટાને વોટ્સએપ કોલ કરી કોલેજ પાસે બોલાવતો હતો અને કોલેજ નહીં આવે તો ઘરેથી ઉચકી જવાની ધમકી આપી હતી જેથી રીટા ત્યાં આવી પહોંચી હતી ત્યારબાદ કેવળે મોટરસાયકલ પર બેસાડી અપહરણ કરી લઈ ગયો હતો અને રીટાને લલચાવી ફોસલાવી લગ્ન કરવાની લાલચ આપી હતી અને તેણી સાથે જાતીય સતામણી પણ કરી હોવાની તેની માતાએ ફરિયાદમાં જણાવ્યું હતું એટલું જ નહિ તું અને તારો ભાઈ જીવતો નહીં રહે તેવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ચોકબજાર પોલીસે રાખી બેનની ફરિયાદ લઇ અપહરણનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે