હેર કટિંગ સલૂનો, બ્યુટીપાર્લર સંચાલકો ‘હર ઘર તિરંગા અભિયાન’માં જોડાશે
સુરત શહેરના ૩૦૦૦ જેટલી બાર્બર શોપ અને ૫૦૦૦ જેટલા રહેણાંક મકાનોમાં રાષ્ટ્રધ્વજ લહેરાવવા વાળંદ સમાજ સંકલ્પબદ્ધ
સુરત: સુરત શહેર-જિલ્લામાં આગામી તા.૧૩ થી ૧૫ઓગસ્ટ દરમિયાન ત્રણ દિવસ રાષ્ટ્ર ધ્વજ લહેરાવવાના કાર્યક્રમમા લોકો સ્વયંભૂ જોડાઈ રહ્યા છે અને રાષ્ટ્રધ્વજ લહેરાવવા સંકલ્પબદ્ધ બની રાષ્ટ્રભાવનાને મજબૂત કરી રહ્યા છે.
આ કાર્ય માટે સંસ્થા, વેપારી, માર્કેટ, વ્યક્તિગત રહેઠાણ, ઓફિસ, વ્યવસાયિક મકાનો, દુકાનો, બજારો, દરેક ગામ સહિત તમામ સ્થળે રાષ્ટ્ર ધ્વજ લહેરાવવા સંકલ્પબદ્ધતા સાથે આયોજનો થઈ રહ્યા છે,
ત્યારે સૂરત શહેરના વાળંદ સમાજના ભાઈઓ-બહેનો, યુવાનો, હેર કટિંગ સલુનો, બ્યુટી પાર્લર, એકેડેમી, હેર ડ્રેસર, સંચાલકો આગામી તા.૧૩થી૧૫ ઓગસ્ટ ૨૦૨૨ ના ત્રણ દિવસ પોતાની ૩૦૦૦ જેટલી શોપ અને ૫૦૦૦ જેટલા રહેણાંક મકાનોમાં રાષ્ટ્ર ધ્વજ લહેરાવવા સંકલ્પબદ્ધ થયા છે.
હેર કટિંગ સલૂનના એસો. ની તમામ સંસ્થાઓના પ્રતિનિધિઓ અને હોદ્દેદારોએ આજે સુરત કલેકટર કચેરી ખાતે નિવાસી અધિક કલેકટર વાય.બી.ઝાલાને પોતાનો સંકલ્પપત્ર અર્પણ કર્યો હતો.