હેલ્થ

આવતીકાલે સુરતમાં ગુજરાતની પ્રથમ ઇન્ટરવેન્શનલ રેડિયોલોજી કોન્ફરન્સ

ગુજરાતની સૌપ્રથમ ઇન્ટરવેન્શનલ રેડીયોલોજી ની કોન્ફરન્સ સુરત ખાતે ધી અમોર હોટેલ માં ૧૭ જુલાઈ રવિવાર ના રોજ થઇ જવા રહી છે. આ પહેલા આ પ્રકારની ઇન્ટરવેન્શનલ રેડીયોલોજીની કોઈ પણ પ્રકારની કોન્ફરન્સ ગુજરાત ખાતે થઇ નથી. આ કોન્ફરન્સમાં ગુજરાતનાં કાર્યરત બધાં ઇન્ટરવેન્શનલ રેડીયોલોજિસ્ટ તેમ જ ગુજરાતનાં રેડીયોલોજિસ્ટ, ગુજરાતનાં તમામ મેડિકલ કોલેજનાં રેડીયોલોજી રેસીડેન્ટ ડોક્ટર્સ, સુરતનાં ફિજીશયન, સર્જન અને સુપર સ્પેશિયાલિસ્ટ શામિલ થવાનાં છે.

તે ઉપરાંત ઇન્ટરવેન્શન ઓન્કોલોજી માં ખ્યાતનામ ટાટા મેમોરિયલ હોસ્પિટલના વડા-પ્રાધ્યાપક અને ઇન્ડિયન સોસાયટી ફોર વાસ્ક્યુલર એન્ડ ઇન્ટરવેન્શનલ રેડીયોલોજી (ISVIR) નાં વડા ડૉ. સુયસ કુલકર્ણી અને ધી ઇન્ડિયન ન્યુરો-ઇન્ટરવેન્શન ફાઉન્ડેશન (INIF) નાં સ્થાપક ડૉ. ઉદય લિમાયે પણ ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત ISVIR નાં ખજાનચી ડૉ. ભાવેશ પોપટ અને ટાટા મેમોરિયલ હોસ્પિટલના અધ્યાપક દોમ કુણાલ ગા પણ આ કોન્ફરન્સમાં આમંત્રિત છે.

ઇન્ટરવેશનલ રેડીઓલોજી એ ઝડપથી વિકાસ પામી રહેલી બ્રાન્ચ છે જેમાં કોઈ પણ જાત ની કાપકૂપ કર્યા વગર સોનોગ્રાફી, સીટી સ્કેન અને કૅથ લેબ ની મદદથી શરીર ના દરેક ભાગના ઓપરેશન કરવામાં આવે છે જેમ કે લકવાની બિમારીમા લોહીની નળીનુ બ્લોકેજ ખોલવુ, મગજમાં, પેટમાં, છાતીમાં કે શરીરમાં બીજી કોઈ જગ્યા એ બ્લિડિંગ થતું હોય ત્યારે ત્યાં ખાસ પ્રકારના પાર્ટિકલ (PVA) અથવા કોઇલ નાખી રક્તસ્ત્રાવ બંદ કરવો, જટીલ બાયોપ્સી ( ટુકડો કાઢી તપાસ માટે મોકલવો ), કેન્સર ના કણોનો કાપકૂપ વગર નાશ કરવો, પગની ફુલી ગયેલી નસો (વેરિકોઝ વેઈન્સ) નો લેસર થી ઇલાજ કરવો, શરીર ના કોઈ પણ ભાગની બ્લોક થયેલી નળીઓમાં સ્ટેન્ટ બેસાડવો (એન્જિયોપ્લાસ્ટી) વગેરે. આ પ્રકારની કાપકૂપ વગરની પ્રોસિજર થી શરીરના લગભગ દરેક અંગોની સારવાર શક્ય છે જેમાં સર્જરી ની સરખામણી માં ઓછું જોખમ, ઓછી પીડા, જલદી રિકવરી અને ઓછા માં ઓછી હોસ્પિટલ મા રહેવાની જરૂરિયાત પડે તેવી સારવાર શકય છે.

ઈન્ટરવેશનલ રેડીયોલોજી શું છે.?

ઈન્ટરવેશનલ રેડીયોલોજી એ તબીબી ક્ષેત્રનાં રેડીયોલોજી શાખાનો સુપર સ્પેશીયાલિસ્ટ વિભાગ છે કે જેમાં ઓછામાં ઓછુ વાઢકાપ કરીને એક્સ-રે, સોનોગ્રાફી, સીટી-સ્કેન, એમ.આર.આઈ તેમજ એન્જીયોગ્રાફીનાં માર્ગદર્શન હેઠળ લગભગ બધા જ અંગોના રોગોનું નિદાન તેમજ સારવાર થઈ શકે છે.

ઈન્ટરવેશનલ રેડીયોલોજી વિભાગનો મુખ્ય હેતુ ઓછામાં ઓછુ વાઢકાપ થઈ શકે તેવી અત્યાધુનિક નવી પ્રકિયા દ્રારા દર્દીઓના ઓપરેશન લગતા જોખમને ઓછું કરી વધારામાં વધારે સારૂ સ્વાસ્થ્થ મળી શકે તે માટે ચોક્ક્સ નિદાન અને સારવાર માટેનો છે.

ઈન્ટરવેશનલ રેડીયોલોજી એ તબીબી ક્ષેત્રની અત્યાધુનિક શાખાઓ માંની એક શાખા છે કે, જેમાં સર્જરીની સરખામણીમાં ઓછું જોખમ, ઓછી પીડા, ઓછો રીકવરી સમય અને ઓછોમાં ઓછી હોસ્પિટલમાં રહેવાની જરૂરીયાત પડે તેવી સારવાર શક્ય છે.

રૂજ માટેની દ્રષ્ટિ

ઈન્ટરવેશનલ રેડીયોલોજીમાં એકદમ નાનાં પિન જેવા છિદ્ર મારફતે જટીલ તેમજ જીવનું જોખમ હોય તેવા રોગોની ચોકકસ તેમજ લક્ષિત (ટારગેટેડ) સારવાર કરવામાં આવે છે. દા.ત. સ્ટ્રોક (લકવો, મગજની લોહીની નળીનું પરીભ્રમણ અટકવું) કેન્સર, ગભાર્શયની ગાંઠો, પગની નસોમાં ગુંચળુ/જાળુ, શરીરનાં કોઈ પણ અંગમાંથી વધારે પડતું લોહી નીકળવુ અને આવી ધણી બધી બિમારીઓમાં ખુબ જ સારી રીતે સ્વીકારેલ વિકલ્પ છે.

ઈન્ટરવેશનલ રેડીયોલોજીમાં થતુ નિદાન તેમજ સારવાર માટેની પ્રકિયાઓ વ્યાપક અને સતત વિકસિત છે કે કોઈ એક અંગ તેમજ કોઈ એક સિસ્ટમ જેવી કે વાસ્ક્યુલર, લિવર, આંતરડા, સ્નાયુ, ફેફસા, કીડની અને મગજને મર્યાદિત ન રહેતા લગભગ બધા જ અંગોમાં તેમજ બધી જ સિસ્ટમમાં અસરકારક છે.ઈન્ટરવેશનલ રેડીયોલોજીમાં થતી સારવાર ખુબ જ નબળુ સ્વાસ્થ્ય ધરાવતા દર્દીઓ તેમજ જે દર્દીઓમાં ધણી સર્જરીઓ થઈ હોય તેમાં પણ ખુબ લાભદાયક નીવડે છે.

પ્રેકટિસનાં એક ભાગ તરીકે, ઈન્ટરવેશનલ રેડીયોલોજીસ્ટ સારવાર માટેની સંયુકત ટીમમાં સયોગી તરીકે કામ કરે છે કે જેના દ્રારા તે પ્રાઈમરી ડોકટર સાથે સહભાગી થઈ એક સંપુર્ણ સારવાર આપવાનાં પ્રયત્નો કરે છે.
આજ કાલ ઈન્ટરવેશનલ રેડીયોલોજીની બધી જ પ્રકિયાઓ અને સારવારો તબીબી ક્ષેત્રની એક અભિન્ન ભાગ બની ગઈ છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button