મહાવિદેહ ધામ કાર્યક્રમ અંતર્ગત ભવ્ય શોભા યાત્રા યોજાઈ
ગૌરવયાત્રામાં ૧૫ હજારથી વધુ ભાવુકો જોડાયા
સુરતઃ વેસુ સ્થિત સંયમતીર્થ શ્રી મહાવિદેહ ધામમાં આ. કુલચન્દ્રસુરિજી મહારાજાની પાવન નિશ્રામાં પરમાત્મા પાર્શ્વનાથ અને દીક્ષાદાનેશ્વરી પૂ. આ. શ્રી ગુણરત્નસૂરિજી મહારાજાની પાવન પ્રતિષ્ઠા પ્રસંગે વિશિષ્ઠ કાર્યક્રમો યોજાઈ રહયા છે. જેમાં આજે દેશ-વિદેશથી હજારો ભક્તોનું ઘોડાપુર ઉમટી રહ્યું છે. આ પાવન પ્રસંગે ભવ્યાતિભવ્ય શોભાયાત્રા સુરતનાં રાજમાર્ગો પર ફરી હતી. કૈલાશનગરથી આ શોભાયાત્રાનો પ્રારંભ થયો હતો. સુરતમાં પ્રથમવાર હૃદયાકર્ષક વિશિષ્ટતાઓ વાળી આવી ભવ્ય શોભાચાત્રા નીકળી હતી. ઐતિહાસિક ગૌરવયાત્રામાં ૧૫ હજારથી વધુ ભાવુકો જોડાયા હતા. સ્વયં શિસ્ત એ શોભાયત્રાની યશ કલગીમાં વધારો થયો હતો.
આ શોભાયાત્રામાં પરમાત્માને શણગારેલ ૨૫, ગુરુદેવશ્રીનો ભવ્ય રથ, હાથી, ૩૬ ઘોડા, ૧૮ રજવાડી ઊંટગાડા, ૪ ઘોડાવાળી બગીઓ, ૩૬ એકટીવા, ૩૬ બાઈક, ૩૬ બુલેટ બાઈક, ૩૬ લુકકા૨, ૧૮ ગચ્છનાયકનાઓના દર્શનીય વાહનો, ૮ વીન્ટેજ કાર, લિમોજીન કાર, રોલ્સરોય કાર, વૅપ્સબેંડ, હુંથુનાથ બેન્ડ, ત્રણ સંગીત વાહનો, ૧૦થી વધુ મહાવિદેહ ધામ સ્પે. સાયકલ, સુરતના વિવિધ મહિલા- મંડળો, શ્રમણ-શ્રમણી ભગવંતો અને શ્રાવક-શ્રાવિકાઓ દ્વારા વિરાટ રાજમાર્ગો પણ દેખાતા હતા. આ શોભાયાત્રામાં બે જૈન બેન્ડ સિવાય કોઈ પણ બેંડ રાખવામાં નહોતું આવ્યુ. વિવિધ આદિવાસી મંડળીઓએ અનેરું આકર્ષણ જમાવ્યું હતું. “ન ભૂતો ન ભવિષ્યતિ” એવા ઉદગારો સુરતવાસીઓના મુખમાંથી આ શોભાયાત્રા નીહાળીને નીકળ્યા હતા.
જૈન શાસનની જયપતાકાઓ થી તમામ વાહનો શોભતા હતા. ત્રણ કિ.મી. લાંબી આ શોભાયાત્રાને નીહાળવા સમસ્ત સુસ્ત મહાવિદેહધામમય બન્યું હતું. વેસુ સ્થિત મહાવિદેહધામ સમસ્ત ભારતદેશમાં છવાઈ ગયું હતું. પૂજ્યશ્રી ના પુણ્યપ્રભાવે 70 જેટલા મહિલા મંડળો દ્વારા 6 હજાર જેટલી બહેનોની સાંજી યોજાઈ હતી. બપોરે જાજમ પાથરવાની, પરમાત્મા, ગુરુદેવ, ધજાદંડ, કળશ વગેરેની ઉછામણી ગુરુભકતોએ ભારે ઉલ્લાસ અને ઉમંગ સાથે બોલી હતી.
સાંજે પ્રભુ અને સદ્ગુરુની શરણાગતિ સ્વરૂપ સંગીતનો મનમોહક કાર્યક્રમ સુપ્રસિદ્ધ સંગીતકારો દ્વારા સંવેદના દ્વારા યોજાયો હતો. જેમાં સાત હજારથી વધુ ભાવુકી પ્રભુમય બન્યા હતા. પરમાત્માની વિવિધ પુષ્પો દ્વારા મહાપૂજામાં હજારો પ્રભુભકતોએ લાભ લીઘો હતો. તા.૨૨ ફેબ્રુ. એ સવારે શુભમુહૂર્ત પ્રતિષ્ઠાનો મંગલમય કાર્યક્રમ યોજાશે.