સુરત, 14 જુલાઈ, 2023: જ્વેલરી ઉત્પાદકો, હોલસેલર્સ (જથ્થાબંધ વેપારીઓ), રિટેલર્સ (છૂટક વેપારીઓ) અને નિકાસકારોનું સર્વોચ્ચ વેપારી સંગઠન ઓલ ઇન્ડિયા જેમ એન્ડ જ્વેલરી ડોમેસ્ટિક કાઉન્સિલ (GJC)એ આજે ભારતના પ્રથમ પ્રકારનાં ઇન્ડિયા જ્વેલરી શોપિંગ ફેસ્ટિવલ (IJSF)ની જાહેરાત કરી હતી, જે 12 ઓક્ટોબરથી 17 નવેમ્બર સુધી સમગ્ર દેશમાં 300 શહેરોમાં યોજાશે. આ રાષ્ટ્રવ્યાપી શોપિંગ ફેસ્ટિવલમાં 5000થી વધારે જ્વેલરી રિટેલર્સ અને વિતરકોની ભાગીદારી જોવા મળશે એવી અપેક્ષા છે તથા સંપૂર્ણ ઉદ્યોગનાં સમગ્ર વ્યવસાયિક સેન્ટિમેન્ટને વેગ આપવામાં મદદરૂપ થશે. આ ફેસ્ટિવલ માટે ટાઇટલ સ્પોન્સર IDT જેમોલોજિકલ લેબોરેટરીઝ વર્લ્ડવાઇડ છે અને પાવર્ડ બાય સ્પોન્સર ડિવાઇન સોલિટેઇર્સ છે.
આ ફેસ્ટિવલ B2B અને B2C એમ બંને સેગમેન્ટ માટે લાભદાયક ઓફર રજૂ કરશે. ફેસ્ટિવલમાં સામેલ થનાર વ્યવસાયના માલિકોને એનરોલમેન્ટ ફી (નોંધણી ફી) ચુકવવી પડશે અને કેટલાંક સબસ્ક્રિપ્શન પ્લાનમાંથી કોઈ એકની પસંદગી કરવી પડશે, જે તેમનાં માટે ઉપલબ્ધ છે. B2B સેગમેન્ટ માટેની યોજના 1 જૂનથી 31 ઓક્ટોબર સુધી ચાલશે.
GJCનાં ડિરેક્ટર અને IJSFનાં સંયોજક શ્રી દિનેશ જૈને કહ્યું હતું કે, “ભારતની જેમ અને જ્વેલરીની નિકાસ વર્ષ 2021-22માં 39.45 અમેરિકન ડોલરને આંબી ગઈ હતી, જેમાં અગાઉનાં વર્ષની નિકાસની સરખામણીમાં 54.68 ટકાનો ઊંચો વધારો જોવા મળ્યો છે. દુનિયાભરનાં અંદાજે 200 દેશોમાંથી ફક્ત 10 ટકા જ્વેલરી ઉત્પાદન સાથે સંકળાયેલા છે, જે ઉદ્યોગની અંદર પ્રચૂર સંભવિતતા દર્શાવે છે. IJSFનો ઉદ્દેશ ભારતમાં જ્વેલરી પ્રવાસનને વેગ આપવાનો છે, જેમાં તેની જગપ્રસિદ્ધ બારીક ડિઝાઇનો અને અસાધારણ કારીગરીનો ઉપયોગ થાય છે.
અમારો લક્ષ્યાંક ભારતને જ્વેલરીપ્રેમીઓ માટે ટોચનું સ્થાન બનાવવાનો અને આંતરરાષ્ટ્રીય જ્વેલરી કેન્દ્ર તરીકે સ્થાપિત કરવાનો છે. પ્રવાસન મંત્રાલય સાથે જોડાણ કરવા પાછળ અમારો આશય રસપ્રદ ટૂર પેકેજીસ ઓફર કરીને જ્વેલરી પ્રવાસનને પ્રોત્સાહન આપવાનો છે. ઉપરાંત અમે પ્રસ્થાન કરતાં કે અહીંથી જતાં પ્રવાસીઓ માટે આયાતવેરા અને જીએસટી રિફંડની સુવિધા માટે સરકાર સાથે વાટાઘાટ કરી રહ્યાં છીએ. IJSF માટે અમારું વિઝન દુબઈ શોપિંગ ફેસ્ટિવલની સફળતાનું પુનરાવર્તન કરવાનું છે, જેણે વૈશ્વિક વ્યવસાયિક આગેવાનો અને ઉપભોક્તાઓનું સારું એવું ધ્યાન આકર્ષિત કર્યું છે.
IJSF આકર્ષક ઓફર્સ રજૂ કરશે અને તેમને 40 કિલોગ્રામ સુધીનું, રૂ. 3 કરોડ સુધીનું ગોલ્ડ તેમ જ ડિવાઇન સોલિટેઇર ડાયમન્ડ જડેલા 100 ગોલ્ડ કોઇન જીતવાની તક આપશે. આ મેગા પ્રાઇઝ ઉપરાંત ભારતની આઝાદીનાં 75 વર્ષની ઉજવણી કરતાં 3000 કિલોગ્રામના લિમિટેડ-એડિશન અમૃત મહોત્સવ સિલ્વર કોઇન પણ રૂ. 25000/-ની દરેક ખરીદી પર ગ્રાહકોને સુનિશ્ચિત ભેટ તરીકે વહેંચવામાં આવશે.
આ સંપૂર્ણપણે ડિજિટાઇઝ પહેલ 2.4 મિલિયન અંતિમ ઉપભોક્તાઓને આકર્ષિત કરશે અને રૂ. 12000 કરોડનાં મૂલ્યનું વેચાણ હાંસલ કરશે એવી અપેક્ષા છે. જ્વેલરી વેલ્યુ ચેઇનમાંથી અપેક્ષિત પ્રદાન રૂ. 100 કરોડથી વધારે અને વિદેશી ચલણમાં રૂ. 3,000 કરોડથી વધારેનું છે.
GJCનાં ચેરમેન શ્રી સૈયામ મહેરાએ કહ્યું હતું કે, “IJSF સંપૂર્ણ જ્વેલરી સમુદાય માટે પ્રચૂર સંભાવના ધરાવે છે, જેમાં ઉદ્યોગનાં મોટાં વેપારીઓએ નોંધપાત્ર રસ દાખવ્યો છે. જ્યારે આ ઇવેન્ટ જ્વેલર્સને ગ્રાહકોને આકર્ષિત કરવા અને તેમનું વેચાણ વધારવા સક્ષમ બનાવશે, ત્યારે ઉપભોક્તાઓ લગ્નસરા અને અન્ય મહત્વપૂર્ણ પ્રસંગો માટે ખરાં અર્થમાં વિશિષ્ટ પીસ જોઈ શકે છે અને રિઝર્વ કરાવી શકે છે. આ કાર્યક્રમમાં જેમ એન્ડ જ્વેલરી કાઉન્સિલ (GJC)ને સંપૂર્ણ વેલ્યુ ચેઇન (મૂલ્ય સાંકળ) સામેલ થશે એવી ધારણા છે, જે મહત્વપૂર્ણ આવકની તકની ખાતરી આપે છે. ઉપરાંત આ ફેસ્ટિવલ ઉદ્યોગને પ્રોત્સાહન આપવા અને ઉપભોક્તાઓને પ્રોત્સાહન આપવા એક પ્લેટફોર્મ તરીકે કામ કરશે. GJC સ્થાપિત બિઝનેસ મોડલ્સ સાથે પ્રતિષ્ઠિત જ્વેલર્સની ભાગીદારીને પ્રોત્સાહન આપશે, વ્યવસાયિક અભિગમને વેગ આપશે અને વ્યવસાયની શ્રેષ્ઠ રીતોનું પાલન કરવા પ્રેરિત કરશે.”
જોઇન્ટ કન્વેનર શ્રી મનોજ ઝાએ કહ્યું હતું કે, “અમે ઇચ્છીએ છીએ કે, સંપૂર્ણ ઉદ્યોગ અને ગ્રાહકોને આ ફેસ્ટિવલમાંથી લાભ મળે. અમે ફેસ્ટિવલમાં ભાગીદારી વધારવા વિવિધ પહેલો હાથ ધરી છે. રોમાંચક ઓફર્સ પૈકીની એક 1 કિલોગ્રામ ગોલ્ડનું ભવ્ય ઇનામ છે. વળી 25 ગ્રામ ગોલ્ડનું નિયમિત ઇનામ પણ સામેલ છે. અમે ગ્રાહકો માટે આ પ્રકારની રસપ્રદ ઓફર ધરાવીએ છીએ, જે ફેસ્ટિવલ દરમિયાન જ્વેલરીની ખરીદીને લાભદાયક બનાવશે. કૂપન ટ્રેકિંગ અને ટ્રાન્સફર સંપૂર્ણપણે ડિજિટાઇઝ છે, જે પ્રક્રિયામાં સંપૂર્ણ પારદર્શકતા સુનિશ્ચિત કરે છે. અમે ઇવાય સાથે પણ જોડાણ કર્યું છે, જે સંપૂર્ણ પ્રક્રિયા પર નજર રાખશે.”
IJSFની શરતો અને નિયમો વિશે વધારે માહિતી મેળવવા કૃપા કરીને મુલાકાત લોઃ www.ijsfindia.org
GJC વિશે: ઓલ ઇન્ડિયા જેમ એન્ડ જ્વેલરી ડોમેસ્ટિક કાઉન્સિલ એક રાષ્ટ્રીય વેપારી સંગઠન છે, જેની સ્થાપના ઉદ્યોગ અને એની કામગીરી સાથે સંબંધિત પડકારોનું સમાધાન કરવા તેમ જ 360° અભિગમ સાથે એની વૃદ્ધિને વેગ આપવા માટે થઈ છે, તો સાથે સાથે સંગઠન ઉદ્યોગના હિતો જાળવવાનું કામ કરે છે. છેલ્લાં 18 વર્ષથી સંગઠન સરકાર અને વેપાર વચ્ચે સેતનું કામ કરે છે તથા ઉદ્યોગ તરફથી અને માટે વિવિધ પહેલો હાથ ધરી છે.
વધુ વિગતો માટે, કૃપા કરીને ઓલ ઈન્ડિયા જેમ એન્ડ જ્વેલરી ડોમેસ્ટિક કાઉન્સિલ (GJC) મેનેજર શ્રી નિનાદ મુંધે, મોબ: 8433956622; સંપર્ક ઇમેઇલ: ninad@gjc.org.in