
અમદાવાદ : અગ્રણી ડિકાર્બોનાઇઝેશન સોલ્યુશન્સ કંપની રિન્યુ એનર્જી ગ્લોબલ પીએલસી (Nasdaq: RNW, RNWWW)એ ‘ગિફ્ટ વોર્મથ’ (હુંફની ભેટ)ની 9મી આવૃત્તિ શરૂ કરવાની ઘોષણા કરી છે- તીવ્ર શિયાળાની મોસમમાં સમાજના સીમાંત વર્ગને સહાય કરવાની આ પહેલ છે.
ચાલુ વર્ષે ReNewએ સમગ્ર રાજ્યોમાં 200,000થી વધુ ધાબળાઓનું વિતરણ કરવા માટે સ્થાનિક વહીવટીતંત્ર સાથે હાથ મિલાવ્યા છે જેમાં દિલ્હી એનસીઆર, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, ગુજરાત, ઓડીશા અને ઉત્તરાખંડનો સમાવેશ થાય છે. આ ધાબળા વિતરણ ઝૂંબેશ જાન્યુઆરી સુધી ચાલુ રહેશે જેથી શિયાળાની વ્યસ્ત મોસમ દરમિયાન આ અસરને મહત્તમ બનાવી શકાય. ચાલુ વર્ષે ReNewએ પ્રદેશમાં 20000નું વિતરણ કર્યુ છે.
તાજેતરના વર્ષોમાં ઉત્તર ભારતના રાજ્યોમાં તીવ્ર ઠંડીની સ્થિતિ આબોહવા પરિવર્તન જવાબદાર છે જેમાં ઠંડી હવાએ ઘરવિહોણા લોકો પર ભારે અસર કરી છે. સરકારની માહિતી અનુસાર લોકો શિયાળા દરમિયાન લોકો ભારે કઠિનતાઓનો સામનો કરે છે જે ઘણી વખત મૃત્યુમાં પરિણમે છે.
સરકારી અધિકારીઓના સહયોગથી, ReNewના કર્મચારીઓ ઠંડી હવા સામે ચોક્કસ જિલ્લાઓમાં જોખમ ધરાવતા લોકોને ઓળખી કાઢશે અને તેમના જીવનમાં આરામ લાવવા માટે ધાબળાનુ વિતરણ કરશે. આ વિતરણ ઝૂંબેશ જિલ્લા સ્તરે શરૂ થશે ત્યાર બાદ તાલુકા અને ગ્રામ્ય સ્તરે વિતરણ કરાશે. વધુમાં કંપનીના કર્મચારીઓ ધાબળાના વિતરણ માટે રાત્રિ ઝૂંબેશ પણ હાથ ધરશે અને દાન દ્વારા આશ્રયમા યોગદાન આપશે. આ ધાબળાઓ સ્થાનિક અર્થતંત્રને વેગ આપવા માટે નાના પાયાના બિઝનેસીસ પાસેથી ખરીદવામાં આવ્યા છે.
સસ્ટેનેબિલીટીના સહ સ્થાપક અને ચેરપર્સન વૈશાલી નિગમ સિન્હાએ જણાવ્યુ હતુ કે, “આબોહવાની ઉગ્રતાએ તાજેતરના વર્ષોમાં ઠંડી હવાને વધુ તીવ્ર બનાવી છે. કરોડો લોકો વાતાવરણમાં આવતા તીવ્ર ફેરફારોને કારણે કઠિનતાનો સામનો કરે છે. ReNew ખાતે અમે હંમેશા સમુદાયે પરત આપવામા માનીએ છીએ અને ગિફ્ટ વોર્મથ ભારે શિયાળાના મહિના દરમિયાનમાં સીમાંત વર્ગો સાથે ઉભા રહેવા માટે આ પ્રયત્નુ પહેલુ પગલું છે. ચાલુ વર્ષે અમે જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચવા માટે અમારા પ્રયત્નોમાં વધારો કર્યો છે. અમારા કર્મચારીઓ જુસ્સાપૂર્વક આ પહેલમા સામેલ થયા છે તેનો અમને ગર્વ છે અને આ પ્રયત્નને મોટી સફળતા અપાવવા માટે સ્થાનિક સત્તાવાળાઓ સાથે કામ કરી રહ્યા છે.”
ગિફ્ટ વોર્મથ ઝૂંબેશ ‘ભારતમાં ઠંડીને કારણે કોઇને દુઃખ સહન ન કરવુ પડે’ તેવા વિઝન સાથેનો પ્રારંભ 2015માં શરૂ કરવામાં આવી હતી, તેને તીવ્ર ભારતીય શિયાળા દરમિયાન સ્થાનિક સમુદાય પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે સતત વિકસાવવામાં આવી છે. કંપનીએ અત્યાર સુધીમા 625,000 ધાબળાઓનું વિતરણ કર્યુ છે અને 2025 સુધીમાં જોખમ ધરાવતા લોકોને 1 અજ ધાબળાઓનું વિતરણ કરવાની મહત્વાકાંક્ષા સેવે છે.