સુરત
ભાવિન મિલેનીયમ ગરબા ગ્રુપ દ્વારા અલથાણ કોમ્યુનિટી હોલ ખાતે ગરબા તાલીમના વર્ગો શરુ

સુરતઃ આગામી આવતા તહેવારો, તેમજ ખાસ કરીને નવરાત્રીમાં ગરબા, દોઢીયા રમવા માટે ખેલાડીઓમાં થનગનાટ જોવા મળી રહ્યો છે તે સમયે સુરત શહેરના ખ્યાતનામ ગ્રુપ ભાવિન મિલેનીયમ ગરબા ગ્રુપ દ્વારા અલથાણ કોમ્યુનિટી હોલ ખાતે ગરબા તાલીમના વર્ગો શરુ કરી દેવામાં આવ્યા છે.
ભાવિન મિલેનીયમ ગરબા ગ્રુપ દ્વારા આવનારા 4 મહિના દરમ્યાન દરેક તહેવારોની પણ અલગ રીતે ઉજવણી કરવામાં આવે છે તેના ભાગરુપે આ વખતે ઉદ્ઘાટન પ્રસંગે અયોધ્યાના રામમંદિરની કૃતિ પણ તેમના દ્વારા બનાવવામાં આવી હતી જે ખેલૈયાઓમાં ખાસ આકર્ષણ જમાવી રહ્યું હતું.