ગુજરાત

ગાંધીનગર એ.આર.ટી.ઓ. કચેરી ખાતે વાહનોના પસંદગીના નંબરો મેળવવા ઓનલાઇન રી-ઓકશન પ્રોસેસ આગામી ૧૫ ફેબ્રુઆરી-૨૦૨૨થી શરૂ થશે

૧૮ ફેબ્રુઆરી-૨૦૨૨થી ૧૯ ફેબ્રુઆરી-૨૦૨૨ સુધી બિડિંગ કરી શકાશે

ગાંધીનગર એ.આર.ટી.ઓ. કચેરી ખાતે વાહનોના પસંદગીના નંબરો મેળવવા ઓનલાઇન ઓકશનની પ્રક્રિયા આગામી તા.૧૫ ફેબ્રુઆરી-૨૦૨૨થી શરૂ થશે. ગાંધીનગર એઆરટીઓ કચેરી દ્વારા એલ.એમ.વી. કારની સીરીઝ GJ-18-BL, GJ-18-BM, GJ-18-BN, GJ-18-BP, GJ-18-BQ તથા ટુ-વ્હીલર વાહનો માટે સીરીઝ GJ-18-DJ, GJ-18-DK, GJ-18-DL, GJ-18-DM, GJ-18-DN માટે રી-ઓકશન કરવામાં આવશે.

ઈ-ઓકશનની પ્રક્રિયામાં ઓનલાઈન અરજી તા.૧૫ ફેબ્રુઆરી-૨૦૨૨થી તા.૧૭ ફેબ્રુઆરી-૨૦૨૨ સુધી કરી શકાશે. ઈ-ઓકશનની પ્રક્રિયામાં તા. ૧૮ ફેબ્રુઆરી-૨૦૨૨થી ૧૯ ફેબ્રુઆરી-૨૦૨૨ના રાત્રિના ૧૨-૦૦ કલાક સુધી બિડિંગ કરી શકાશે.

આ ઈ-ઓકશનમાં ભાગ લેવા ઇચ્છુક અરજદારો વધુ માહિતી વેબસાઇટ www.parivahan.gov.in પરથી મેળવી શકશે. અરજદારોએ હરાજીની બિડિંગ પ્રક્રિયા દરમિયાન વખતો-વખત રૂપિયા ૧,૦૦૦ના ગુણાંકમાં વધારો કરવાનો રહેશે. ફોર વ્હીલર માટે સિલ્વર તથા ગોલ્ડન નંબર માટે અરજદારોએ જરૂરી બેઈઝ પ્રાઇસ ચુકવવાની રહેશે.

આ હરાજીની પ્રક્રિયામાં સફળ થયેલા અરજદારોને બાકીના નાણાં પાંચ દિવસમાં ભરપાઈ કરવા માટે SMS કે E-mailથી જાણ કરવામાં આવશે. હરાજીમાં નિષ્ફળ ગયેલા અરજદારોને નાણાંની પરત ચુકવણી અરજદારોએ જે modeથી ચુકવણું કર્યુ હશે તે જ modeથી કરવામાં આવશે તેમ સહાયક પ્રાદેશિક વાહન વ્યવહારની કચેરી ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button