સેમસંગ દ્વારા ભારતમાં ગેલેક્સી S24 FE રજૂ કરાયા
ફુલ ગેલેક્સી AI ક્ષમતાઓ વધુ ઉપભોક્તાઓ માટે ઉપલબ્ધ

ગુરુગ્રામ, ભારત, 30 સપ્ટેમ્બર, 2024: ભારતની સૌથી વિશાળ કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ બ્રાન્ડ સેમસંગ દ્વારા આજે ગેલેક્સી Galaxy S24 FEના લોન્ચની ઘોષણા કરવામાં આવી હતી, જે વધુ ઉપભોક્તાઓને પ્રીમિયમ મોબાઈલ અનુભવો પ્રદાન કરતી ગેલેક્સી AI ઈકોસિસ્ટમમાં નવો ઉમેરો છે.
ગેલેક્સી S24 FE, AI-આધારિત પ્રોવિઝ્યુઅલ એન્જિન દ્વારા પાવર્ડ છે અને ગેલેક્સી AIના ફોટો આસિસ્ટ ફીચર્સ બહેતર કેમેરા સેટઅપ દર્શાવે છે, જે ઉપભોક્તાઓને વધુ ક્રિયાત્મક બનવા માટે સશક્ત બનાવે છે. તે 6.7- ઈંચ ડાયનેમિક AMOLED 2X ડિસ્પ્લે, દીર્ઘ ટકાઉ 4,700mAh બેટરી અને શક્તિશાળી Exynos 2400 સિરીઝ ચિપસેટ સાથે ઓન-ધ-ગો ગેમિંગ માટે પરફેક્ટ ડિવાઈસ છે. ગેલેક્સી S24 FE પ્રીમિયમ ગેલેક્સી AI ટૂલ્સ અને ઈકોસિસ્ટમ કનેક્ટિવિટી ઓફર કરે છે, જે સંદેશવ્યવહાર, ઉત્પાદકતા અને ક્રિયાત્મકતા વધારે છે, જે સર્વ મજબૂત સેમસંગ નોક્સ સિક્યુરિટી દ્વારા સુરક્ષિત અને પ્રતિકાત્મક ડિઝાઈનમાં સમાવિષ્ટ છે.
AI-સમૃદ્ધ કેમેરા અને એડિટિંગ
ગેલેક્સી S24 FEના પ્રીમિયમ કેમેરા સેટઅપમાં 3x ઓપ્ટિકલ ઝૂમ સાથે 50MP વાઈડ લેન્સ અને 8MP ટેલિફોટો લેન્સ છે, જે બંનેને ઓપ્ટિકલ ઈમેજ સ્ટેબિલાઈઝેશન (OIS) – વત્તા 12MP અલ્ટ્રા-વાઈડ લેન્સ અને 10MP સેલ્ફી કેમેરા સપોર્ટેડ છે.
FE સિરીઝમા પદાર્પણ કરતાં પ્રોવિઝ્યુઅલ એન્જિનમાં વ્યાપક સુધારિત ટેકનોલોજીનો સમાવેશ થાય છે, જે મંત્રમુગ્ધ કરનારી બારીકાઈ અને નોંધપાત્ર રીતે સબલ ટેક્સ્ચર્સ પ્રદાન કરવા માટે આધુનિક AI અલ્ગોરિધમ્સનો લાભ લે છેઃ