એજ્યુકેશનલાઈફસ્ટાઇલસુરત
ભાવિની ગોળવાલાની આર્ટિસ્ટ નાં ચૈતન્ય નામક સોલો પેન્ટિંગ પ્રદર્શન મુંબઈમાં યોજાશે
સુરત: મયુર ગોળવાલા નાં જણાવ્યા મુજબ આજે તા. ૨૩/૦૫/૨૦૨૩ થી ૨૯/૦૫/૨૦૨૩ સુધી સુરતનાં પ્રખ્યાત પેન્ટિંગ આર્ટિસ્ટ એવા ભાવિની ગોળવાલા ચૈતન્ય નામક પહેલી વાર સોલો પેન્ટિંગ પ્રદર્શન મુંબઈ ની નેહરુ આર્ટ ગેલેરી માં થવા જઇ રહ્યું છે.તેઓની લગભગ ૩૫ પેન્ટિંગ તા.૨૩ મે થી ૨૯ મે સુધી મુંબઈના આર્ટ પ્રેમીઓ માટે પ્રદર્શિત થશે.
આ પ્રદર્શન માટે નેહરુ આર્ટ ગેલેરી નો સમય સવારે ૧૧:૦૦ થી સાંજે ૦૭:૦૦ સુધી નો રાખવામાં આવ્યો છે. સ્થાનિક તથા બહારના કલા પ્રેમીઓ સુરતનાં આર્ટિસ્ટ ભાવિની ગોલવાલાનું ચૈતન્ય નામક સોલો પ્રદર્શન નિહાળી શકે છે