સુરત

સુમન શાળાઓમાં વિદ્યાર્થીનીઓને નિશુલ્ક મહેંદી, રાખડી અને જ્વેલરી મેંકિંગ તેમજ ડાન્સ અને સંગીતની તાલીમ

“પ્રોજેક્ટ સેતુ” જે ત્રણ સખીઓ એ શરૂ કર્યું છે

સુરત મહાનગરપાલિકા સંચાલિત સુમન શાળાના વિદ્યાર્થીઓમાં તેમના રસ અનુરૂપ સ્કીલ ડેવલપ થાય અને મેન્ટલ હેલ્થ પણ સારી રહે એ માટે  ત્રણ સખીઓ દ્વારા “પ્રોજેક્ટ સેતુ” નુ સર્જન કર્યુ છે.

વિદ્યાર્થીનીઓને રાખડી-જ્વેલરી મેકિંગ, મહેંદી અને ડાન્સ અને સંગીતની તાલીમ મળી રહે તે માટે જલ્પા ઠક્કર જેઓ કલ્ચર સિગ્નેચર ના ઓનર છે જે પરંપરાગત જ્વેલરી માટે દેશવિદેશ માં જાણીતા છે, નિમિષાબેન પારેખ જેઓ મેહંદી કલ્ચર ના સહસ્થાપક છે જે મેહંદી ફીલ્ડ માં અનોખા પ્રયોગે સમાજ ને કળા પીરસે છે તેમજ અમી પટેલ જે શિલ્પ મૈત્રી નામે એકેડેમી ચલવે છે જે ૨૦ થી વધુ કળા ના વર્ગો ચાલવે છે.

“પ્રોજેક્ટ સેતુ” જે ત્રણ સખીઓ એ શરૂ કર્યું છે તેના ઉદ્દેશ  હેઠળ જલ્પા ઠક્કર દ્વારા વિદ્યાર્થીનીઓને રાખડી-જ્વેલરી મેકિંગ, નિમિષાબેન પારેખ દ્વારા મહેંદીના વર્ગો તેમજ અમી પટેલ દ્વારા બાળકીઓને ડાન્સ અનં સંગીત શીખવીને તેમના રસ અનુસાર આગળ પોતાની કેરિયર શરૂ કરી શકે, પોતાના પરિવાર ને આર્થિક રીતે મદદરૂપ થઈ શકે તે માટે ઈન્ટર્નશિપ પણ આપી વધુ તૈયાર કરશે. કલા ને અપનાવવાથી મેન્ટલ હેલ્થ પણ સારી રાખવામાં  મદદરૂપ થશે અને તે માટે પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે.

આ સંસ્થા દ્વારા હાલમાં ધોરણ 9 અને 11ની 750 વિદ્યાર્થીનીઓને નિશુલ્ક તાલીમ આપવામાં આવી હતી અને સુરત શહેર ના મેયર શ્રી દક્ષેશભાઈ માવાણી ના સહયોગ થી સંસ્થા દ્વારા  “સેતુ” ને ડિંડોલીની સુમન શાળા ક્રમાંક 07, સુમન શાળા ક્રમાંક 10 અને કતારગામની સુમન શાળા ક્રમાંક 03માં આ તાલીમ આપવામાં આવી હતી.

સેતુ પ્રોજેક્ટમાં મહત્વનો ભાગ ભજવનાર આંતરરાષ્ટ્રીય મહેંદી આર્ટિસ્ટ નિમિષાબેન પારેખે જણાવ્યું હતું કે, આ પ્રોજેક્ટ દ્વારા અમે વિદ્યાર્થીનીઓમાં રહેલી પ્રતિભાઓને ઓળખી તેમની કલાને વધુ આગળ લઇ જવા માટે સંસ્થા પ્રયત્નશીલ છે. “પ્રોજેક્ટ સેતુ” અંતર્ગત અમે અત્યાર સુધી 750 વિદ્યાર્થીનીઓને તાલીમ આપી ચૂક્યા છે અને આવનારા સમયમાં વધુ વિદ્યાર્થીનીઓને તાલીમ મળે તે માટે પ્રયત્નશીલ છીએ.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button