સુરતમાં જૈન ધર્મ એટલે પૂર્ણવિજ્ઞાન વિજ્ઞાન શિબિર રવિવારે , વૈજ્ઞાનિક પંકજ જોષી અને જીવરાજ જૈન માર્ગદર્શન આપશે
સુરત : ‘જૈન ધર્મ એટલે જ પૂર્ણ વિજ્ઞાન’ આ શિબિરનું આયોજન રવિવાર 18 ઓગસ્ટ 2024 સવારે 9 વાગ્યે સુરત-અઠવાલાઇન્સ લાલ બંગલા ના આગણે સર્વ પ્રથમવાર થઈ રહ્યું છે. એમ અઠવાલાઇન્સ લાલ બંગલા જૈન સંઘ ટ્રસ્ટી ચન્દ્રકાન્તભાઈ સંઘવીએ જણાવ્યું હતું જેમાં સમગ્ર વિશ્વ ને માનવીય ઉર્જા, માનવીય શક્તિ, માનવીય ચૈતન્ધ્ર એની વિશેષ ઓળખાણ વૈજ્ઞાનિક અભિગમ દ્વારા આપવામાં આવશે. જેના દ્વારા ભ્રષ્ટાચાર, અનાચાર, દુરાચાર, વ્યભિચાર, આ બધાથી મુક્ત થવાનું સહજપણે મન થશે અને લોકોને એ સમજાય Who are you? પોતે કોણ છે?
આ AI એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સી શું છે?ભારતનું ભવિષ્ય શું છે?
ભારતીય ખગોળ વિજ્ઞાનના મહાન વૈજ્ઞાનિક-જેઓ ટોપ ટેન સાયન્ટિસ્ટ્રમાં ગણાય છે અને જેમને આઈન્સ્ટાઈનના સિધ્ધાંતથી પણ એક ડગલું આગળ ખગોળ વિજ્ઞાન સબંધી જ્ઞાન આપ્યું છે, અને જેઓ નાસા સંસ્થામાં જોડાયેલા છે; તેવા પંકજભાઈ જોશી અને બીજા જૈન વૈજ્ઞાનિક જેઓ જમશેદપુરમાં રહે છે. અને જેમણે ‘પાણી સ્વયં જીવ છે’ એની શોધ કરીને સિદ્ધિ મેળવી છે, પાણીમાં 36450 હાલતા ચાલતા જીવ 1 બુંદ પાણી માં હોય છે. આ વાત તો બહુ જૂની છે. ‘પાણીમાં જીવ’ અને ‘પાણી સ્વયં જીવ’ આ બે માં બહુ મોટો ફરક છે. જીવરાજભાઈ જૈન ધર્મ સમાજનું ગૌરવ છે. તેમણે ‘પાણી સ્વયં જીવ’ હોવાનું રિસર્ચ કરીને પુરવાર કર્યું છે.આ બંને મહાનુભાવો આ શિબિરમાં પધારશે. અને સવારે 9 થી 12 સુધી સુંદર માર્ગદર્શન આપશે. આ બંને ના વિષયો ઉપર મારા દ્વારા સમીક્ષાત્મક ઉદબોધન થશે.
જગતના સંચાલનમાં મુખ્ય તત્વો ત્રણ છે. સ્ત્રી,અગ્નિ અને પાણી
એક વાત સમજવા જેવી છે કે જગતના સંચાલનમાં મુખ્ય તત્વો ત્રણ છે. સ્ત્રી,અગ્નિ અને પાણી, તેમાં હજી કદાચ સ્ત્રી અને અગ્નિ વિના જીવી શકાય. જેમ ઉદાહરણ રૂપે જૈન સાધુઓ સ્ત્રી અને અગ્નિને સૂપર્શ કર્યા વગર આખી જિંદગી હસતાં હસતાં જીવી જાય છે. પરંતુ પાણી વગર દુનિયામાં કોઈ જીવી શકતું નથી. જૈન સાધુઓ પણ-ભલે ઉકાળેલું પાણી જ વાપરે છે. અને સૌથી અલ્પતમ માત્રામાં બોઈલ્ડ વોટરનો ઉપયોગ કરીને ખૂબ પ્રસન્નત (થી જીવે છે. પાણી પ્રત્યે આવો સદ્ભાવપૂર્ણ વ્યવહાર કરતાં જગતના લોકો શીખી જાય તો દુનિયામાં પાણી અંગેની સમસ્યાઓનો અંત આવી જાય કહેવાય છે કે, ‘અગર જો ત્રીજું વિશ્વયુદ્ધ થશે તો, તેનું કારણ જળ-સંકટ જ હશે.’ તે માટે જ 22મી માર્ચને ‘વિશ્વ-જળ-દિવસ’ તરીકે મનાવાય છે. ‘જળ બચાવો’ ની બૂમો પાડવા છતાં પાણીનો વિપુલ માત્રામાં દુર્વ્યય થઈ રહ્યો છે. વિશ્વમાં પીવા યોગ્ય પાણીની જ્યારે ભયંકર કમી વર્તાઇ રહી છે, ત્યારે જળના સંરક્ષણની પરમ આવશ્યકતા ઊભી થવા પામી છે.
પાણી સાથે સદ્ભાવપૂર્ણ વ્યવહાર હોવો જોઈએ. સદ્ભાવપૂર્ણ વ્યવહાર એટલે શું? પાણીનો અત્યંત અલ્પમાત્રામાં, જરૂર પૂરતો વપરાશ કરવો તે જ સદ્ભાવપૂર્ણ વ્યવહાર કરવો ગણાય. તે ક્યારે આવે? જ્યારે પાણી સૂર્ય જીવરૂપ છે. તેવી સમજણ જો જગતમાં ફેલાવાય તો પાણીના જીવોનો અલ્પતમ ઉપયોગ કરીને જીવનનિર્વાહ કરી શકાય.
ભગવાન શ્રી મહાવીર પ્રભુ ‘આચરાંગ સૂત્ર’ નામના જૈન આગમ-ગ્રંથમાં કહે છે કે, ‘પાણીમાં ચૈત(જીવા)નો અપલાપ કરવો એટલે પોતાની જાતના ચૈતયનો નિષેધ કરવો. જે પાણીમાં ચૈતન્સ(જીવત્વ)નો નિષેધ કરે છે, તે પોતાનામાં ચૈતધનો નિષેધ કરે છે. અને જે પોતાનામાં ચૈતનુપનો નિષેધ કરે છે તે પાણીમાં ચૈતાનો નિષેધ કરે છે.’ મહાવીરના આ વચનનો સીધો બોધ એ છે કે જો તમે ચૈતન્સવાન છો, તો તમે પણ ચૈતન્વરૂપ પાણીની હિંસા ન કરો અને કરવી જ પડે તો અતિ અલ્પપ્રમાણમાં પાણીનો ઉપયોગ કરો.