સુરત: સેટરડે ક્લબ ગ્લોબલ ટ્રસ્ટ ના નેજા હેઠળ 2 એપ્રિલ 2023 ને રવિવારના રોજ સુરત શહેરમાં સંભવતઃ સૌપ્રથમ વખત સ્થાનિક મરાઠી ઉદ્યોગ સાહસિકોની સામાન્ય બેઠક યોજાઈ હતી જેનો મુખ્ય હેતુ શહેરના મરાઠી ભાષી ઉદ્યોગ સાહસિકોને કરી એક મંચ પર લાવી એક બીજાને ઉદ્યોગ વ્યાપારમાં મદદ કરવી ઉપરાંત એક બીજા વચ્ચે સહકારની ભાવના વધારવા સુરત ચેપ્ટરની સ્થાપના કરવી એવો છે. જેની પહેલ સુરતના એક ઉદ્યોગસાહસિક વિક્રમ સણસે કરી હતી બેઠકમાં સુરત શહેરના મોટી સંખ્યામાં નાના મોટા ઉદ્યોગ સાહસિકો હાજર રહ્યા હતા.
આ બેઠકમાં ભાગ લેવા મુંબઈના સેટરડે ક્લબ ગ્લોબલ ટ્રસ્ટ થી આવેલ એજ્યુકેશન હેડ અનિલ કર્તા, એક્સપાન્શન હેડ અરુણ પાટીલ અને MDP સંયોજક અરુણ ભોસલે ઉપસ્થિત રહ્યા હતા. મિટિંગ શરૂઆત અનિલ કર્તાએ તેમની સામાન્ય ખુમસદાર શૈલીમાં ક્લબ વિશે વિસ્તૃત માહિતી આપીને કરી હતી. ત્યાર બાદ અરુણ પાટીલે સેટરડે ક્લબમાં નેટવર્કિંગ, ક્લબનું મહત્વ, તેમજ ક્લબની કેટલીક સફળતાની વાતો જણાવીને શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા.
ઉપસ્થિત તમામ ઉદ્યોગ સાહસિકો આ પહેલને વધાવી લીધી હતી અને 1લી મે મહારાષ્ટ્ર દિન ના રોજ શહેરમાં સુરત ચેપ્ટર શરૂ કરવાનો સંકલ્પ લીધો હતો. સભાનું સંચાલન અરુણ ભોસલેએ કર્યું હતું.તદુપરાંત આ સભામાં યોગેશ પાટીલ, નિલેશ રાંઝણ, ડેનિશ તંબાખે અને પ્રી સ્કુલ સંચાલક યોગેશ સર ઉપસ્થિત રહી શહેર ની પ્રથમ સભાને સફળ બનવવા ભારે જહેમત ઉઠાવી હતી.
ટ્રસ્ટમાં જોડાવવા શહેરના મરાઠી ઉદ્યોગ સાહસિકો 9054151500 પર સંપર્ક કરી શકશે.