પ્રથમવાર પશ્ચિમી કલ્ચર પ્રમાણેનું સુરતમાં ફેશન શો નું આયોજન
નવો ટ્રેન્ડ ઓપન ટુ સ્કાય કેફે માં ચાલુ થયો
આજરોજ તા. 25મી જાન્યુઆરીનાં રોજ ગેટ-ટુ-ગોઆ સુરત ખાતે હાઉસ ઓફ બિન્ની ટેક્સટાઈલ દ્વારા વેડિંગ સિઝનને અનુરૂપ ફેશન શોનું આયોજન કરાયું હતું. આ ફેશન શોમાં શહેરની જાણીતી હસતીઓ સહિત સાઉથ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સની વુમન વિંગની મહિલાઓએ હાજરી આપી હતી. આ ફેશન શોમાં 18 થી 22 વર્ષની ઉંમરની કુમારીકાઓએ ભાગ લઈ વેડિંગ અનુરૂપ વિવિધ બ્રાઈડલ ડ્રેસીસ પહેરીને રેમ્પ વોક કર્યુ હતું.
બિન્ની ટેક્સટાઈલના ઓનર બિન્ની ગણેશવાલાએ જણાવ્યું હતું કે વેસ્ટર્ન કલ્ચરને ભારતીય કલ્ચર બન્નેનું પરફેક્ટ મિક્સીંગ કરી આ શોનું આયોજન કરાયું છે. જેમાં 10હજારથી લઈને અંદાજે 5 લાખ સુધીના વેડિંગ ડ્રેસીસ પહેરીને કુમારીકાઓએ રેમ્પવોક કર્યુ હતું. જેમાં ચેમ્બરના ભૂતપૂર્વ પ્રમુખ અજય ભટ્ટાચાર્યના ધર્મપત્નિ ડો.બંદના ભટ્ટાચાર્ય અને હાલના ચેમ્બર પ્રમુખના ધમપત્નિ મનીષા બોડાવાલા અતિથી વિશેષ તરીકે હાજર રહ્યાં હતાં.
આ સિવાય સુરત શહેર વીવર અગ્રણી અને સચિન ઈન્ડસ્ટ્રીયલ કો.ઓ સોસાયટીના માજી સેક્રેટરી મયૂર ગોળવાલા, મહિલા ચિત્રકાર ભાવિની ગોળવાલા હાજર રહ્યા હતાં. આ ફેશન શોમાં 14 જેટલી કુમારીકાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો જેમાં પચ્ચીગર એન્ડ સન્સના પૂર્વી પચ્ચીગર અને સ્નેહલ પચ્ચીગર દ્વારા બ્રાઈડલ જવેલરીઓ આપવામાં આવી હતી.
કાર્યક્રમના પ્રોડ્યુસર મીકી ગણેશવાલાએ જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં સ્ટેજ, ઓડિટોરીયમ અને અન્ય બીજી જગ્યાઓ ઉપર ફેશન શોનું આયોજન થતું આવ્યું છે પરંતુ સુરતમાં પ્રથમવાર ઓપન કાફેમાં સંધ્યા સમયે ફ્લોરલ અને કલરફૂલ ટ્રેડિશનલ ફેશનયુક્ત ફેશન શોનું આયોજન કરાયું છે.