સુરત, ભારતના ભાવિ એવા વિદ્યાર્થીઓમાં સેવાનો ગુણ વિકસે અને દરેક વ્યક્તિ દાનમાં ઉત્તમ રક્તદાનનું મહત્ત્વ સમજીને સમાજને મદદરૂપ થવાની પોતાની ફરજનું પાલન કરે તેવા હેતુસર એલ.પી.સવાણી ગ્રુપ ઓફ સ્કૂલમાં દર વર્ષે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવે છે.
તે અંતર્ગત વર્ષ -૨૦૨૧-૨૦૨૨ કરેલા રક્તદાન કેમ્પમાં સમગ્ર સુરત શહેરમાંથી શૈક્ષણિક સંસ્થાઓમાં સૌથી વધુ બ્લડ યુનિટ એકત્ર કરવા બદલ સુરત શહેર રક્તદાન કેન્દ્ર અને રીસર્ચ સેન્ટરની ૪૬ મી વાર્ષિક સામાન્ય સભા દરમ્યાન સુરત શહેર મેયર શ્રીમતી હેમાલીબેન બોધાવાલાના હસ્તે “પ્રથમ ક્રમે વિજેતા તરીકેની રોટેટીંગ ટ્રોફી શાળાના વાઈસચેરમેન ધર્મેન્દ્ર સવાણી ને એનાયત કરવામાં આવી
શાળાના ચેરમેન શ્રી માવજીભાઈ સવાણી અને વાઈસ ચેરમેન ધર્મેન્દ્ર સવાણીએ શાળાના શિક્ષકો, વિધાર્થીઓ, વાલી મિત્રો રક્તદાન કેમ્પમાં જોડાઈ સામાજિક કાર્યમાં સહયોગ પૂરો પાડનાર દરેકનો આભાર પ્રગટ કર્યો અને અભિનંદન પાઠવ્યા