અમદાવાદઃ ઈવા વિમેન્સ હોસ્પિટલ મહિલા આરોગ્યસંભાળ માટેની અગ્રણી અને શ્રેષ્ઠ સેવા પ્રદાન કરતી હોસ્પિટલ છે. જેમણે એડેનોમાયોસિસ અને સ્ટેજ ફોર એન્ડોમેટ્રિઓસિસ ધરાવતી માનસિક વિકલાંગ દર્દીની સફળ સારવાર કરી છે. આ એક ગંભીર સ્થિતિ છે જે સ્ત્રીની પ્રજનન પ્રણાલી અને જીવનની ગુણવત્તાને નોંધપાત્ર રીતે અસર કરે છે.
નારણપુરામાં રહેતા 35 વર્ષિય ભૂમિકા પ્રજાપતિને માસિક સ્રાવ દરમિયાન ગંભીર રક્તસ્ત્રાવ અને પીરિયડ્સ દરમિયાન અસહ્ય પીડા થતી હતી. તેમના માનસિક પડકારને કારણે તેમના રોગની જટિલતા ગંભીર બની રહી હતી, જેને અસાધારણ સારવાર અને કુશળતાના સ્તરની જરૂર હતી.
ઈવા વિમેન્સ હોસ્પિટલ ખાતે ડૉ દિપક લિમ્બાચીયા અને તેમની અત્યંત કાર્યક્ષમ ટીમ દ્વારા અદ્યતન તકનીકનો ઉપયોગ કરીને જટીલ શસ્ત્રકિયા કરવામાં આવી હતી. શસ્ત્રકિયા સફળ રહી અને તેમની પીડામાં નોંધપાત્ર ઘટાડો થયો.
દેશના ટોચના લેપ્રોસ્કોપિક સર્જનોમાં એક અને ઈવા વિમેન્સ હોસ્પિટલના સ્થાપક ડૉ દિપક લિમ્બાચીયાએ જણાવ્યું હતું કે, “ભૂમિકા પ્રજાપતિના કેસમાં એડવાન્સ સ્ટેજ અને તેમના માનસિક સ્વાસ્થ્યની પરિસ્થિતિને કારણે અનેક પડકારો હતા. જેના કારણે વધારે કાળજી રાખવી જરૂરી હતી. અમારી ટીમનું સમર્પણ અને ઈવા હોસ્પિટલમાં અત્યાધુનિક સુવિધાઓ તેમની સારવારને અસરકાર રીતે કરવામાં મહત્વપૂર્ણ રહી હતી. અમે સકારાત્મક પરિણામથી ખુશ છીએ, અમે અમારા દર્દીઓની યોગ્ય સારવાર કરવા માટે પ્રતિબદ્ધ છીએ.”
એન્ડોમેટ્રિઓસિસ એ એક પીડાદાયક વિકાર છે. જેમાં ગર્ભાશયની અંદરની લાઇનિંગ બહાર વધે છે. જે ઘણી વખત અંડાશય, ફેલોપિયન ટ્યુબ, પેલ્વિસની લાઇનિંગને અસર કરે છે. આ સ્થિતિ ગંભીર પીડા સર્જી શકે છે, ખાસ કરીને માસિક સમયગાળા દરમિયાન અને ઘણી વખત પ્રજનન સમસ્યા સાથે સંકળાયેલ છે. એન્ડોમેટ્રિઓસિસના કારણે મૂત્રાશય, મૂત્રવાહિની, મળાશય/ ગુદામાર્ગ, પેરામેટ્રીયમ અને ચેતાઓ જેવા કેટલાક અંગો અસરગ્રસ્ત થાય છે.
એડેનોમાયોસિસમાં ગર્ભાશયની સ્નાયુની દિવાલ તૂટીને ગર્ભાશયની આંતરિક લાઇનિંગમાં સમાલે થાય છે. જે ગંભીર પીરિયડ્સ અને દુખાવા તરફ દોરી જાય છે. જમા થયેલા નોડ્યુલ્સને દૂર કરવા અને પુનરાવૃત્તિ દરને નોંધપાત્ર રીતે ઘટાડવા માટે સર્જરી જરૂરી છે.
દર્દી (ભૂમિકા પ્રજાપતિ) હોસ્પિટલ સ્ટાફની યોગ્ય સંભાળ અને દેખરેખ હેઠળ સ્વસ્થ થયા છે, અને હવે ઘરે પરત ફરીને સામાન્ય જીવન જીવી રહ્યાં છે. આવા પડકારજનક કેસમાં ઓપરેશનની સફળતાનો શ્રેય હોસ્પિટલની ઉચ્ચ તબીબી સંભાળ અને ચોકસાઇની પ્રતિબદ્ધતાને દર્શાવે છે.
ઈવા વિમેન્સ હોસ્પિટલ એન્ડોમેટ્રિઓસિસ અને અન્ય જટિલ સ્ત્રીરોગની સારવારમાં તેના ઉચ્ચ સફળતાના દર માટે જાણીતી છે. તેનો સર્વગ્રાહી અભિગમ વ્યક્તિગત અને સહાનુભૂતિદર્શક સંભાળ સાથે અદ્યતન તબીબી પ્રક્રિયાને જોડે છે, દરેક દર્દીને શક્ય શ્રેષ્ઠ સારવાર મળે તેની ખાતરી કરે છે.
આ કેસ ઈવા વિમેન્સ હોસ્પિટલની શ્રેષ્ઠતા અને ટીમની નિપુણતા દર્શાવે છે. આવી સમાન સ્થિતિનો સામનો કરી રહેલા દર્દીઓને હોસ્પિટલમાં ઉત્તમ સંભાળ આપવાની ખાતરી આપે છે.