સુરત
દિવ્યાંગ લોકોએ રાસ ગરબા કર્યા
સુરત: શ્રેષ્ઠ કર્મયોગી દિવ્યાંગ ટ્રસ્ટ અને એક સોચ એનજીઓ દ્વારા શનિવારે સાંજે 7 વાગ્યાથી અવલબા ફાર્મ, યોગી ચોક ખાતે દિવ્યાંગો માટે રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. એક સોચ એનજીઓના સ્થાપક રિતુ રાઠીએ જણાવ્યું હતું કે દિવ્યાંગો માટે આયોજિત નવરાત્રીની ઉજવણીમાં 2500 થી વધુ સહભાગીઓએ ભાગ લીધો હતો. દરેક વ્યક્તિએ અલગ અલગ રીતે ગરબા રમ્યા હતા.
આ દરમિયાન તમામ દિવ્યાંગો ખુશ દેખાતા હતા. આ કાર્યક્રમમાં થેલેસેમિયાના દર્દીઓએ પણ ભાગ લીધો હતો. શ્રેષ્ઠ કર્મયોગી દિવ્યાંગ ટ્રસ્ટના પ્રમુખ શૈલેષભાઇ રાખોલીયાએ અને સેક્રેટરી ભાવેશ વાઘાણીએ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો. આ વિશેષ અવસરે, દિવ્યાંગના પરિવારના સભ્યોએ સામાન્ય લોકોમાં સમાવેશ અને સ્વીકૃતિને પ્રોત્સાહન આપવા બદલ સંસ્થાઓના સભ્યોનું અભિવાદન કર્યું હતું.