DGVCL દ્વારા નવા વીજ જોડાણ અને હયાત વીજ જોડાણ ના લોડ વધારામાં વિલંબ તથા અણધાર્યા વીજ કાપ કરવા અંગેના પ્રશ્નો ની ઉર્જા મંત્રી ને રજુઆત કરાશે
ફેડેરેશન ઓફ ગુજરાત વિવર્સ વેલફરે એસોસિએશન (ફોગવા )સમગ્ર ગુજરાત ના ટેક્સટાઇલ વિવિંગ ઉદ્યોગ નું પ્રતિનિધિત્વ કરતી એક માત્ર સંસ્થા છે. ફોગવા સમગ્ર ગુજરાત ના વિવર્સ ના હિત ની રક્ષા અને એમના વિકાસ માટે સતત કાર્યશીલ છે. ટેક્સટાઇલ વિવિંગ ઉદ્યોગ ગુજરાતના કુશળ અને બિનકુશલ લોકો ને ખૂબ જ મોટા પાયે રોજગારી આપે છે.કેન્દ્ર અને રાજ્ય સરકાર ને ડાયરેક્ટ અને ઇન્ડિરેક્ટ ટેક્ષ ની માતબર રકમ ચૂકવે છે.
ફેડેરેશન ઓફ ગુજરાત વિવર્સ વેલફેર એસોસિએશન પ્રમુખ અશોકભાઈ જીરાવાલા કહ્યું છેલ્લા કેટલાક સમય થી સુરત ની આજુબાજુ ના ઉદ્યોગિક વિસ્તાર જેવા કે કીમ, કરંજ, પીપોદરા, સાયણ, ગોથાણ, જોલવા, સચીન અને પલસાણા વગેરે વિસ્તાર માં નવા સ્થપાતા ઉદ્યોગિક એક્મો ને વીજ જોડાણ માટે અને હયાત એક્મો ને લોડ વધારવા ની અરજી કર્યા અને ડિપોઝિટ ની રકમ ભર્યા પછી પણ લાંબો સમય સુધી વીજ જોડાણ મળતા નથી.
હાલ માં DGVCL નવા વીજ જોડાણ કે હયાત એક્મો ને વીજ વધારવા માટે ની અરજી પણ સ્વીકારવા માં આવતી નથી. હાલમાં સુરત ની આસપાસ ના જુદા જુદા ઉદ્યોગિક વિસ્તાર ની ટોટલ ૨૫૦ થી વધારે અરજી પેન્ડિંગ પડી છે.જેમાં ૧૦૦ જેટલા એક્મો એ ડિપોઝિટ પણ ભરી દીધી છે. જેમની અરજી સ્વીકારવા માં નથી આવી એવા ૧૨૫ જેટલા એક્મો છે.
વીજ જોડાણ સમયસર ન મળવા ને કારણે MSME એક્મો એ જમીન, મકાન અને મશીન માં કરેલ રોકાણ નુકસાનકારક સાબિત થાય છે. MSME એક્મો ને ઉત્પાદન ચાલુ કર્યા વગર બેંક ને વ્યાજ ચુકવવું પડે છે.વીજ જોડાણ સમયસર ના મળવાને કારણે નવું ઔદ્યોગિક રોકાણ આવતું અટકી જાય છે. ગુજરાત નો ઔદ્યોગિક વિકાસ રૂંધાય છે.
હાલ માં કેટલાક સમય થી સુરત ની આસપાસ માં આવેલ ઉદ્યોગિક વિસ્તાર માં વીજ કાપ, ટ્રીપિંગ, ઝટકા મારવા ની સમસ્યા એકદમ વધી છે. આ કારણે અમારી ઉત્પાદન પ્રક્રિયા ને માંથી અસર થાય છે.આ વીજ કાપ કોઈપણ જાત ની આગોતરી જાણ વગર કરવા માં આવે છે.
પ્રવર્તમાન આર્થિક સંજોગો અને મંદી એ ધ્યાન માં લેતા આ સમસ્યા અસહ્ય છે. ટેક્સટાઇલ ઉદ્યોગ માટે આ પડયા ઉપર પાટુ મારવા સમાન છે. હાલ વેપાર ઉદ્યોગ ખુબજ ખરાબ પરિસ્થિતિ માંથી પસાર થઇ રહીઓ છે.ટેક્સટાઇલ ઉદ્યોગ હાલ માં કાચી ખોટ કરી કામદારોને રોજીરોટી આપી રહ્યો છે અને મહા મુશ્કેલી થી બેન્કો ના વ્યાજ -હપ્તા ભરી રહ્યો છે.
બીજું વિશેષ માં આપણા પાડોશી રાજ્ય મહારાષ્ટ્ર માં વિવિંગ ઉદ્યોગ ને સબસિડી રેટ થી વીજળી પુરી પાડવા માં આવે છે. ગુજરાત માં વિજદર રૂ. ૭.૭૫ પ્રતિ યુનિટ છે જયારે મહારાષ્ટ્ર માં રૂ. ૪.૫૦ પ્રતિ યુનિટ છે. જે હરીફાઈ વાળા આજ ના સમયમાં ગુજરાત ના વિવિંગ ઉદ્યોગ ને વધારે ઉત્પાદન ખર્ચ પરવડી શકે નહિ અને એમની સામે ટક્કર લેવી અશક્ય છે.
આ બાબત માં યોગ્ય પગલાં લેવા માં નહિ આવશે તો લાખો લોકો ને રોજગારી આપતાં આ ઉદ્યોગ ને તાળા મારવાનો વખત આવશે અથવા તો આ ઉદ્યોગ ગુજરાત માંથી અન્ય રાજ્યો માં ધીરે ધીરે પલાયન થઇ જશે .