ધર્મ દર્શન
૧૩ મુમુક્ષુઓની ભાગવતી દીક્ષાની વર્ષીદાનયાત્રામાં પાલના રાજમાર્ગો પર ભક્તોની ભીડ જામી
મુમુક્ષુઓને આશીર્વાદ આપવા ૫૦૦થી વધુ જૈન સંતો પધારશે

સુરત : રોમે રોમે પરમ સ્પર્શ નગરી (પાલ)માં ચાલી રહેલી ૧૩ મુમુક્ષુઓની ભાગવતી દીક્ષાની વર્ષીદાનયાત્રામાં પાલના રાજમાર્ગો પર ભક્તોની ભીડ જામી હતી. ૧૩ મુમુક્ષુઓ ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિજી ભગવંતના વરદ હસ્તે સંન્યાસના પ્રતિક સમાન રજોહરણ આજે ગ્રહણ કરશે.

સંસારત્યાગની આ ક્ષણોને માણવા અને મુમુક્ષુઓને આશીર્વાદ આપવા ૫૦૦થી વધુ જૈન સંતો પધારશે.



