સુરત

દક્ષિણ સંભાગ અભ્યાસ વર્ગ દંડકવન આશ્રમ વાંસદા ખાતે સંપન્ન

શૈક્ષિક મહાસંઘના ૧૨૦ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા

સુરત : અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાતના દક્ષિણ સંભાગના પદાધિકારીનો બે દિવસીય કાર્યકર્તા પ્રશિક્ષણ વર્ગ અભ્યાસ વર્ગ દંડક વન વાંસદા ખાતે યોજાયો. જેમાં દક્ષિણ સંભાગના વલસાડ, નવસારી, સુરત જિલ્લો , સુરત મહાનગર,તાપી અને ડાંગ જિલ્લા તથા તાલુકા કક્ષાના શૈક્ષિક મહાસંઘના ૧૨૦ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા.

અભ્યાસ વર્ગ ઉદ્ધાટન સત્રમાં દંડકવનના મહાપ્રબંધક અને નિવૃત્ત ન્યાયાધીશ શ્રીસંજીવકુમારસિંહા, અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાતના અધ્યક્ષ મિતેષભાઈ ભટ્ટ, પ્રાન્ત સંગઠનમંત્રી અને પૂર્ણકાલીન કાર્યકર્તા સરદારસિંહ મછાર, વરિષ્ઠ ઉપાધ્યક્ષ જીગ્નેશભાઈ પટેલ પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ ગુજરાતના અધ્યક્ષ અનિરુદ્ધસિંહ સોલંકી, સહ સંગઠનમંત્રી દિપેશભાઈ ભગતની વિશેષ ઉપસ્થિતિ રહી. અભ્યાસ વર્ગની શરૂઆત દીપ પ્રાગટ્ય બાદ સરસ્વતી વંદનાથી થઈ.

ઉદ્ધાટન સત્રમાં પ્રાન્ત અધ્યક્ષ મિતેષભાઈ ભટ્ટ દ્વારા અભ્યાસવર્ગનુ મહત્વ, ધ્યેય સૂત્રને અનુરૂપ કાર્ય, વૈચારિક અધિષઠાન સંગઠન ઉદ્દેશ્ય અન્ય સત્ર કાર્યકર્તાના ગુણ અને વ્યવહાર અંગે તથા અન્ય સત્રમાં પ્રાન્ત સંગઠનમંત્રી શ્રી સરદારસિંહ દ્વારા સંગઠનના નિયમિત કાર્યક્રમો અને નૈમિતિક કાર્યક્રમ , સંગઠન કાર્ય પધ્ધતિની સમજ આપવામાં આવી.

રાષ્ટ્રીય સ્વયંસેવક વિભાગ કાર્યવાહ  દેવેન્દ્રભાઈ ગાંવકર દ્વારા સંધવિચાર અને વિકાસના તબક્કાઓની ગહન સમજ આપી સામાજિક પંચ પરિવર્તનમાં શૈક્ષિક મહાસંધની અસરકારક ભૂમિકા રહે તથા સમાજમાં પ્રસરેલા વિમર્શ અંગે સમજ તથા માર્ગદર્શન આપવામાં આવ્યુ.

નવસારી જિલ્લા કાર્યવાહ  વિપુલભાઈ પટેલ દ્વારા કાર્યકર્તા ના ગુણ અને વ્યવહાર* વિષયમાં કાર્યકર્તા કેવો હોય કાર્યકર્તા ની શું જવાબદારી હોય તે તમામ બાબતો માં વિસ્તૃત ચર્ચા કરી પાથેય પૂરું પાડવામાં આવ્યું, *વિવિધ સત્ર દરમ્યાન માતૃશક્તિ કાર્ય, મીડિયા મેનેજમેન્ટ તથા સોશિયલ મીડિયાના યોગ્ય ઉપયોગ અંગે વિસ્તૃત છણાવટ કરવામાં આવી.

સમાપન સત્રમા કરણીયકાર્ય તથા ટાળવા જેવી બાબતોની જાણકારી, કાર્ય વિભાજન, દાયિત્વવાન કાર્યકર્તાની ભૂમિકા, મૂલ્યનિષ્ઠ શિક્ષણ, આર્ટીફિશીયલ ઇન્ટેલિજન્સના પડકાર, પ્રાચાર્ય સંવાદ, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ, તેના પડકાર, ભારતીય જ્ઞાન પરંપરા, ગ્લોબલ ફોર્સીસ, ભારતીય શિક્ષણ વ્યવસ્થા* જેવા ચિંતનશીલ વિષયો પર સંગઠનનું કાર્ય, અભ્યાસ વર્ગમાં થયેલ પ્રશિક્ષણ અનુસાર રાષ્ટ્ર હિત, શિક્ષણ હિત તથા વિધાર્થી હિતને ધ્યાને રાખી અનુશાસન સાથે સંગઠન કાર્ય પધ્ધતિ સાથે સંગઠન તથા શૈક્ષણિક વિષયોને જિલ્લા, તાલુકા, મંડલ તથા શાળા સુધી પહોંચાડવા અપીલ કરવામાં આવી.

સમગ્ર અભ્યાસ વર્ગનું સંચાલન દક્ષિણ સંભાગના સંભાગ મંત્રી શૈલેષભાઈ માહલા તથા પ્રબંધન નવસારીના કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવ્યું. આગામી સમયમાં અભ્યાસ વર્ગના સૌ કાર્યકર્તા નવા ઉત્સાહ, પ્રશિક્ષણ તથા દ્રઢિકરણ સાથે પોતાના કાર્યક્ષેત્રમાં સંગઠન કાર્ય વિસ્તાર કરશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button