સુરત
અપરિણીત યુવક-યુવતીઓનો પરિચય મેળા નું આયોજન કરાયું
દક્ષિણ ગુજરાત હળપતિ સમાજ પ્રગતિ મંડળ દ્વારા આયોજન કરાયું

સુરત- દક્ષિણ ગુજરાત હળપતિ સમાજ પ્રગતિ મંડળ દ્વારા તા.05-01-2025 રવિવારે સવારે કતારગામ કોમ્યુનિટી હોલ ખાતે અપરિણીત યુવક યુવતીઓ નો પરિચય મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.
વધુ માં સમાજના પ્રમુખ (એડવોકેટ)ભરતભાઈ રાઠોડે જણાવ્યું હતું કે અમે દર વર્ષે આ કાર્યક્રમ નું આયોજન કરતા આવ્યા છે જેમાં સમાજના ભુપેન્દ્રભાઈ રાઠોડ, હરીશભાઈ રાઠોડ, દશરથભાઈ રાઠોડ સહિત આમંત્રિત મહેમાન તરીકે શૈલેષભાઈ ટંડેલ, દિપકભાઈ મકવાને સહિત સમાજના અગ્રણીઓ અને સમાજના લોકોએ ઉપસ્થિત રહીને આ કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો.