એજ્યુકેશનસુરત

માંડવી ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસના કાઉન્ટ ડાઉન કેમ્પેઈનના ભાગરૂપે કોમન યોગ પ્રોટોકોલ તાલીમ સત્ર અને યોગયાત્રા યોજાઈ

તાલીમ સત્ર પુર્ણ થયા બાદ ભવ્ય યોગયાત્રા યોજાઈ

સુરત: ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા સુરત જિલ્લાનાના માંડવી તાલુકા મથકે આગામી તા.૨૧ જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસના કાઉન્ટ ડાઉન કેમ્પેઈનના ભાગરૂપે કોમન યોગ પ્રોટોકોલ તાલીમ સત્ર અને યોગયાત્રા યોજાઈ હતી. તાલીમ સત્ર પુર્ણ થયા બાદ ભવ્ય યોગયાત્રા યોજાઈ હતી. જેમાં પદયાત્રીઓએ યોગજાગૃત્તિના નારા, સૂત્રોચ્ચાર કરી વાતાવરણને યોગમય બનાવ્યું હતું.

આ પ્રસંગે બોર્ડના પ્રતિનિધિ તરીકે સ્ટેટ કોઓર્ડીનેટર શ્રી રાધેશ્યામજી, પ્રચાર -પ્રસાર સમિતિ સભ્ય નરેશભાઈ, ઝોન કો-ઓર્ડીનેટર પ્રીતિબેન પાંડે, સુરત જિલ્લા કો-ઓર્ડીનેટરશ્રી ડો.દિશા જિગ્નેશ જાની, માંડવી નગરપાલિકા પ્રમુખ રેખાબેન વશી, આયુષ વિભાગના વૈદ્ય અધવર્યુ, ડો.ભરતભાઈ ભદોરીયા, તાલુકા કોર્પોરેટ તથા તાલુકા કન્વીનર અને જિલ્લાના યોગ કોચ શાંતિલાલ, નયનાબેન વસાવા, મંગેશભાઈ વસાવા અને યોગ ટ્રેનરો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના આયોજનમાં અંજલિબેન વાંકડા તેમજ રમત ગમત કચેરીનો સાથ સહયોગ મળ્યો હતો.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button