ધર્મ દર્શનસુરત

અમરોલીની નિ:સહાય મહિલાને ઓલ્ડ એજ હોમમાં સુરક્ષિત આશ્રય અપાવતી અભયમ હેલ્પલાઈન ટીમ

મહિલા મહારાષ્ટ્રના નંદુરબારના વતની છે

સુરતઃ ૧૮૧ અભયમ હેલ્પલાઈન ટીમે અમરોલીની નિ:સહાય મહિલાને ઓલ્ડ એજ હોમમાં સુરક્ષિત આશ્રય અપાવ્યો હતો. અભયમથી મળતી વિગતો અનુસાર સુરતના અમરોલી વિસ્તારમાંથી એક જાગૃત્ત વ્યકિતએ મદદરૂપ થવાની ભાવનાથી ૧૮૧ મહિલા હેલ્પલાઈનમાં કોલ કરી જણાવ્યું કે, એક અજાણી મહિલા લગભગ નિર્વસ્ત્ર કહી શકાય તેવી હાલતમાં હોવાથી મદદ કરવા અનુરોધ કર્યો હતો. જેથી કતારગામ પોલિસ સ્ટેશન સ્થિત અભયમ રેસ્ક્યુ ટીમે સ્થળ પર પહોંચીને મહિલાને કપડાં પહેરાવ્યા હતા. આ મહિલાની ઓળખ થાય ત્યાં સુધી ઓલ્ડ એજ હોમનો સંપર્ક કરી આશ્રય અપાવ્યો હતો.

તપાસ દરમિયાન અભયમને જાણવા મળ્યું કે, આ મહિલા મહારાષ્ટ્રના નંદુરબારના વતની છે. તેમનો પુત્ર કોરોનામાં ગુજરી ગયો હોવાથી તેઓ એકલા પડી ગયા હતા અને કોઈ આશરો ન હોવાથી સુરત આવી નાનું મોટું કામ કરીને ગુજરાન ચલાવતા હતા. થોડા સમય બાદ કામ મળવાનું બંધ થતા ફૂટપાથ પર રહેવા લાગ્યા હતા.

ભૂખ-તરસ અને હતાશાના કારણે તેમની હાથ-પગની ચામડી પણ ખરી ગઈ હતી. આવી દયનીય હાલતમાં તેમને યોગ્ય આહાર અને આશ્રયની જરૂર હોવાથી ઓલ્ડ એજ હોમમાં રાખવામાં આવ્યા છે. જ્યાં તેમની વ્યવસ્થિત દેખભાળ અને સારવાર થઈ રહી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button