શહેરના 5000થી વધારે ભિક્ષુકોને ઘારી ખવડાવી ચંદી પડવો ઉજવાયો
સુરતઃ સુરતની પ્રજા માટે એવું કહેવાય “”સુરતીઓ ખાવામાં મોજીલા અને ખવડાવવામાં હોશિલા”” આ જ કહેવતને ખરા અર્થમાં સાક્ષાત કરતું કાર્ય “શ્રી સહસ્રફણા પાશ્વૅનાથ ટ્રસ્ટ”..ગોપીપુરા..સુરત દ્વારા કરવામાં આવ્યું શહેરના 5000થી વધારે ભિક્ષુકોને ઘારી ખવડાવી ચંદી પડવો ઉજવાયો.
ચંદી પડવાના દિવસે કરોડો રૂપિયાની ઘારી સુરત શહેરના નાગરિકો આરોગતા હોય છે ત્યારે શહેરમાં રખડતુ ભટકતુ જીવન ગુજારતા અને એક ટંકના ભોજન માટે ટળવળતા એવા સુરત શહેરના નાગરિકો ભિક્ષુકોને ગોપીપુરામાં ખાતે પ્રવૃત શ્રી સહસ્ત્રફણા પાર્શ્વનાથ પબ્લિક ચેરીટેબલ ટ્રસ્ટ શ્રી મહાવીર અન્નક્ષેત્ર દ્વારા ભિક્ષુકોને પણ ચંદી પડવાનો તહેવાર માણી શકે તે હેતુથી શહેરના જુદા જુદા 14 સેન્ટરો પર સંસ્થાના ભોજનરથ દ્વારા 5000થી વધારે ભિક્ષુકોને ઘારી સાથે ભુસુ અને મોહનથાળ પીરસવામાં આવ્યો
તહેવારો સર્વમાન્ય છે અને દરેક વ્યક્તિને તહેવાર ઉજવવાનો હક છે. ભિક્ષુકો પણ એક વ્યક્તિ છે. સુરત શહેરના નાગરિક છે અને તેઓ પણ તહેવાર ઉજવવાનો હક ધરાવે છે. તહેવારોની અનુભૂતિ કરાવવાના હેતુથી શ્રી મહાવીર અન્નક્ષેત્ર દ્વારા ભોજન સાથે ઘારી- મોહનથાળ તેમજ ભૂસુ પીરસવામાં આવશે. આ રીતે ચંદી પડવાની ઉજવણી કરવામાં આવી હતી.