
સુરત: અગ્રવાલ વિકાસ ટ્રસ્ટ મહિલા શાખા દ્વારા બે દિવસીય લગ્ન પ્રદર્શન “આવ્યા”નું શનિવારે ભવ્ય ઉદઘાટન કરવામાં આવ્યું હતું. પ્રદર્શનને કચ્છી ઘોડી અને ઢોલ સાથે ખુલ્લુ મુકવામાં આવ્યું હતું. મહિલા શાખાના પ્રમુખ શાલિની કનોડિયાએ જણાવ્યું કે, અગ્રવાલ વિકાસ ટ્રસ્ટના પ્રમુખ સંજય સરાવગી, ઉપપ્રમુખ પ્રમોદ પોદ્દાર, સચિવ રાજીવ ગુપ્તા, ખજાનચી રાહુલ અગ્રવાલ, સહ-ખજાનચી શશિભૂષણ જૈન ઉદઘાટન સમારોહમાં હાજર રહ્યા હતા.
સિટી-લાઇટ સ્થિત મહારાજા અગ્રસેન ભવનના દ્વારકા હોલ અને વૃંદાવન હોલમાં આયોજિત પ્રદર્શનના પ્રથમ દિવસે મહિલાઓની સારી એવી ભીડ જોવા મળી હતી. એક્ઝિબિશનમાં ડિઝાઈનર જ્વેલરી, ડિઝાઈનર કપડાં, હોમ ડેકોર અને વેડિંગ એસેસરીઝ સહિતની તમામ વસ્તુઓ એક છત નીચે ઉપલબ્ધ છે. દ્વારકા હોલમાં ડિઝાઇનર જ્વેલરી, લહેંગા, ડ્રેસ, સાડી ઉપલબ્ધ છે અને વૃંદાવન હોલમાં નેઇલ આર્ટ, ડ્રેસ, મહેંદી, ફોટોગ્રાફર, ઇવેન્ટવાલા વગેરે ઉપલબ્ધ છે.
સુરતમાં પ્રથમવાર આયોજિત આ પ્રકારના એક્ઝિબિશનમાં કુપન દ્વારા દર કલાકે એક ભાગ્યશાળી વિજેતાને ચાંદીનો સિક્કો ભેટમાં આપવામાં આવી રહ્યો છે. આ પ્રસંગે સોનિયા ગોયલ, દીપાલી સિંઘલ, શગુન અગ્રવાલ, પ્રીતિ ગોયલ, શાલિની ચૌધરી, સરોજ અગ્રવાલ સહિત મહિલા શાખાના અનેક સભ્યો હાજર રહ્યા હતા.