બિઝનેસસુરત

ગોપીનાથ જ્વેલર્સ દ્વારા ૨૫ વર્ષની ઉજવણી

સિંગણપોર ચાર રસ્તા ખાતે એક ભવ્ય જવેલરીનો સ્ટુડીઓ શોરૂમનું ઉદઘાટન

સુરત:  કુબેરનગર ખાતે છેલ્લા ૨૫ વર્ષથી કાર્યરત ગોપીનાથ જ્વેલર્સ દ્વારા રજત જયંતિ નિમિત્તે સિંગણપોર ચાર રસ્તા ખાતે ભવ્ય અને વિશાલ જ્વેલરી સ્ટુડીઓ શોરૂમનું ઉદઘાટન કર્યું. આ પ્રસંગે ઉર્વીન ઈટાલીયાના જણાવ્યા મુજબ ગોપીનાથ જ્વેલર્સ ને આજે ૨૫ વર્ષ પૂર્ણ થાય છે. ૧૯૯૮ માં કુબેનગરમાં નાની શોપ થી શરૂઆત કરી હતી જે આજે સિંગણપોર ચાર રસ્તા ખાતે એક વિશાળ જ્વેલરીનો ભવ્ય શોરૂમ અને સ્ટુડીઓ માં અમે ટ્રાન્સફર થવા જઈ રહ્યા છે. અમે ગોપીનાથ પરિવાર દ્વારા અમારા ગ્રાહકોનો આભાર માનીએ છીએ કે તેમના સહકાર થી અમે એક જ્વેલરી શોપ માંથી ભવ્ય શોરૂમમાં ટ્રાન્સફર થયા છે.

અમારી શરૂઆત માં દાગીના નો સ્ટોક હાજર ન હોવાથી ગ્રાહકોને ડિઝાઇન માટે કેટલોક બતાવી ની દાગીના તૈયાર કરવા માટે ગ્રાહકો પાસેથી ઓર્ડર લેતા હતા. આજે અમારા શો રૂમ માં દરેક પ્રકારની જ્વેલરી હાજર સ્ટોક મા છે જેને ખરીદતા પહેલા ગ્રાહકો રૂબરૂ જોઈ શકે છે. ભવ્ય શો રૂમના ઉદ્ઘાટન પ્રસંગે સુરત શહેરના મેયર દક્ષેશભાઈ માવાણી, નારાયણ ચરણ સ્વામી, સુરત મંદિર કોઠારી ના ઉત્તમ પ્રકાશ સ્વામી સહિત ઘણા સંતો હાજર રહ્યા હતા, અત્યાર સુધી અમારા માનવંતા ગ્રાહકોએ જે પ્રેમ વિશ્વાસ દાખવ્યો છે તેને એકબંધ રાખીશું.

મુકેશભાઈ ઇટાલીયાના જણાવ્યા મુજબ ગોપીનાથ જ્વેલર્સ ની ૧૯૯૮ માં સ્થાપના કરી હતી. જેને આજે ૨૫ વર્ષ પૂર્ણ થયા છે. સિંગણપોર ચાર રસ્તા પર અમારા ગ્રાઉન્ડ ફ્લોર પ્લસ વન શોરૂમ હતો જેને પાંચ વર્ષ થયો છે. તે હવે ર ૫ વર્ષની રજત જયંતી નિમિત્તે ગ્રાઉન્ડ ફ્લોર સાથે બે માળ સાથે નવો કોન્સેપ્ટ રજુ કરીએ છીએ. અમારા વીઆઈપી ગેસ્ટ માટે અમે અલગ પ્રકાર ની સેવા આપવા માંગીએ છીએ.

અત્યારે ગ્રાહકો માટે ની તમામ જ્વેલરી અમારા જ્વેલરી સ્ટુડીઓ પર હાજર છે. નાના થી માંડી ને મોટા ગ્રાહકો માટે સાદી જ્વેલરી, એન્ટિક ડાયમંડ, રોજ, ગોલ્ડ ઈટાલીયન હાજર સ્ટોક મા છે. ગોપીનાથ જ્વેલર્સ પર ગ્રાહકોને ૨૫ વર્ષ થી જે પ્રેમ અને વિશ્વાસ મુક્યો છે તેની અમે કરી તકેદારી રાખી છે. તેના માટે અમે અમારા માનવંતા ગ્રાહકોનો ખુબ ખુબ આભાર માનીએ છીએ.

ગોપીનાથ જ્વેલર્સ ના રજત જયંતિ વર્ષ નિમિત્તે સિંગનપુર ચાર રસ્તા ખાતે નવા ભવ્ય જ્વેલરી શોરૂમ નું ઉદઘાટન પ્રસંગે ઉપસ્થિત તમામ માનવતા ગ્રાહકો અને આમંત્રિતોનો મુકેશભાઈ ઇટાલીયા પંકજભાઈ મનિયા ઉર્વીનભાઈ ઇટાલીયા સહિત ગોપીનાથ પરિવાર દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવે છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button