સુરત
અનાથાશ્રમના બાળકો સાથે બાળ દિનની ઉજવણી કરી
સુરત, બાળ દિન નિમિત્તે ‘સ્પાઈસ વિલા રેસ્ટોરન્ટ’ અને પેવેલિયન રેસ્ટોરન્ટના માલિક ઉમેશભાઈ પવસીયાએ અનાથાશ્રમના બાળકોને આમંત્રિત કર્યા હતા અને તેમના માટે મનોરંજન અને ભોજનની વ્યવસ્થા કરી હતી. ઉમેશભાઈએ બાળકોને જરૂરિયાત મુજબ વસ્તુઓનું વિતરણ કર્યું હતું. આ કાર્યક્રમમાં બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
અંતમાં ઉમેશભાઈના પિતા રામજીભાઈ પવસીયાએ દેશવાસીઓને સંદેશ આપ્યો હતો કે જો તમારી આજુબાજુ આવા અનાથ બાળકો માટે કોઈ સંસ્થા કામ કરતી હોય તો તેમના માટે લાગણીસભર વાતાવરણ બનાવો અને તેમની રોજીંદી જરૂરિયાતો પૂરી કરીને તેમાં સહભાગી થાઓ.