એજ્યુકેશનસુરત

સી.આર.સી. કક્ષાનું ગણિત, વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન યોજાયું

દર વર્ષે વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક ગુણો અને ટેકનોલોજી વિશે સજાગતા કેળવાય તે હેતુથી ગણિત, વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શનનું આયોજન કરવામાં આવે છે. પરંતુ ચાલુ વર્ષે કોરોનાને લીધે પ્રથમ વખત આ પ્રદર્શન ઓનલાઇન માધ્યમથી યોજવામાં આવ્યુ. સી.આર.સી. કક્ષાના દ્વિતીય ઓનલાઇન પ્રદર્શનમાં રાંદેરની સી.આર.સી. 03માં સમાવિષ્ટ શાળાઓના વિદ્યાર્થીઓ અને માર્ગદર્શક શિક્ષકમિત્રોએ ભાગ લીધો હતો. અલગ-અલગ પાંચ વિભાગમાં વિવિધતાસભર કૃતિઓ રજૂ કરવામાં આવી હતી.

સમગ્ર આયોજન ક્રમાંક 156-164, માંડવી ઓવારા, રાંદેર ખાતે CRC કો-ઓર્ડીનેટર ડોનિકા ટેલર દ્વારા કરવામાં આવેલ હતું. રાંદેર ઝોનમાં આવેલી લોકમાન્ય વિદ્યાલયના શ્રી રાહુલભાઈ ચૌધરી અને એમ. એમ.પી. હાઈસ્કૂલના ડૉ. પરીક્ષિત વશી દ્વારા આ કૃતિઓમાંથી સર્વશ્રેષ્ઠ કૃતિ પસંદ કરવા માટે નિર્ણાયક તરીકે સેવા આપવામાં આવી. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરતના યુ.આર.સી. કો-ઓર્ડીનેટર રમેશભાઈ પટેલ દ્વારા આ ફેરની મુલાકાત લેવામાં આવી તથા ભાગ લીધેલ સૌ વિદ્યાર્થીઓ અને શિક્ષકમિત્રો દ્વારા તૈયાર કરેલ કૃતિઓ વીડિયોના માધ્યમથી નિહાળ્યા. સુંદર આયોજન બદલ સી.આર.સી. કો-ઓર્ડીનેટર ડોનિકા ટેલરને અભિનંદન પાઠવ્યા.

ટેકનોલોજી અને પ્રાચીન રમકડાંની કૃતિઓ આ ઓનલાઇન પ્રદર્શનનું આકર્ષણ રહી. આયોજક સી.આર.સી. 03 તરફથી ઉપસ્થિત રહેલ સૌ મિત્રોને સ્મૃતિભેટ અને પ્રશસ્તિપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા. નિર્ણાયકશ્રીઓ દ્વારા વર્કિંગ મોડેલ તૈયાર કરાવનાર સૌ માર્ગદર્શક શિક્ષકમિત્રોને સારી કૃતિઓ બનાવવા બદલ અભિનંદન પાઠવવામાં આવ્યા. શાળા ક્રમાંક 156ના આચાર્ય શ્રી તરલ પટેલ દ્વારા તમામ ટેકનિકલ સપોર્ટ આપવામાં આવેલ. અને શાળા શાળા ક્રમાંક 164ના આચાર્યશ્રી સઈદ પટેલ દ્વારા અન્ય આનુષંગિક વ્યવસ્થાઓ કરવામાં આવી હતી. સૌના આભાર સાથે યુ.આર.સી. કક્ષાના પ્રદર્શન માટે વધુ તૈયારી કરવાની શુભેચ્છા સાથે કાર્યક્રમને પૂર્ણ જાહેર કરવામાં આવ્યો.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button