ભાજપે ઉત્તર ભારતીયો સાથે ઓરમાયું વર્તન કર્યું છે – કોંગ્રેસ
સચિનમાં કોંગ્રેસે નુક્કડ ચૌપાલ યોજી
સુરતમાં પણ યુપી વિધાનસભા ૨૦૨૨નો ગરમાટો જોવા મળી રહ્યો છે. કોંગ્રેસ દ્વારા સતત ચૌપાલો યોજવામાં આવી રહી છે, આ તબક્કે શનિવારે કોંગ્રેસે શહેરના સચિન વિસ્તારમાં એક નુક્કડ ચૌપાલ યોજી હતી.
ચૌપાલમાં ઉપસ્થિત યુથ કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા શાન ખાને વક્તવ્ય આપતા કહ્યું કે યોગીએ યુપીને ક્રાઈમ કેપિટલ બનાવી દીધું છે. યુપીમાં ગુંડારાજ ચાલી રહ્યું છે, કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રીના પુત્રએ ખેડૂતોને ક્રૂરતાથી કચડીને મારી નાખ્યા, સોનભદ્રના ઉંભામાં આદિવાસીઓનો નરસંહાર થયો, ઉન્નાવ અને હાથરસની દીકરીઓ સાથે જે થયું તેનાથી આંતરરાષ્ટ્રીય સ્તરે દેશને શરમમાં મુકાવું પડ્યું.
એનસીઆરબીનાં ડેટા દ્વારા દર્શાવે છે કે યુપીમાં કાયદ અને વ્યવસ્થાની પરિસ્થિતિ ખાડે ગઈ છે અને યુપી ગુનાઓના સંદર્ભમાં દેશમાં પ્રથમ ક્રમે છે. યુપીમાં સપા, બસપા અને ભાજપે રાજનીતિનું અપરાધીકરણ કરીને રાજ્યને બરબાદ કરવાનું કામ કર્યું છે, આ ત્રણેય પક્ષોનો સફાયો કરી આ વખતે પ્રિયંકા ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસને સત્તા સોંપો.
ઉપસ્થિત અવધેશ મૌર્યએ પોતાના વક્તવ્યમાં કહ્યું હતું કે, સુરતની મિલ-ફેક્ટરીઓમાં કામ કરતા ઉત્તર ભારતીય મજૂરો સાથે અન્યાય કરવામાં આવી રહ્યો છે, તેઓને લઘુત્તમ વેતન, પીએફ, ઈએસઆઈસી વગેરે જેવા કાયદાકીય લાભો મળતા નથી તેઓનું ભયંકર શોષણ થઈ રહ્યું છે સત્તાધારી ભાજપ કયારેય પણ કામદારોના હિતોની વાત કરતી નથી કામ કર્યું નથી. તેના બદલે શોષણ કરનારા માલિકોનું સાથ આપે છે મજૂરોનું કોઈ પણ જગ્યાએ સુનાવણી નથી થતી યુપીમાં ભાજપને હરાવી એનો અભિમાન તોડો.
શહેર ઈંટુકનાં પ્રમુખ ઉમાશંકર મિશ્રાએ પોતાના વક્તવ્યમાં કહ્યું હતું કે ભાજપ ઉત્તર ભારતીયો સાથે ઓરમાયું વર્તન કરે છે. સુરતમાં મોટી સંખ્યામાં ઉત્તર ભારતીય મતદારો હોવા છતાં પણ આજ સુધી ક્યારેય પણ કોઈ પણ ઉત્તર ભારતીયને લોકસભા અથવા વિધાનસભાની ટિકિટ આપી નથી જે દર્શાવે છે કે ભાજપ ઉત્તર ભારતીય વિરોધી પક્ષ છે.
યુપીના મજૂરો કોરોના સમયે પરેશાન હતા, પરંતુ સરકારે મદદ ન કરી માઁ ગંગામાં મૃતદેહો તરતા હતા, લોકો બેડ, ઓક્સિજન, દવાઓ વિના મરી રહ્યા હતા, સ્મશાન ગૃહમાં અંતિમ સંસ્કાર માટે કોઈ જગ્યા નહોતી આ બધા ચિત્રો ભૂલતા નહીં યુપીમાં ભાજપનો સંપૂર્ણ સફાયો કરવો છે.
આ પ્રસંગે યુવક કૉંગ્રેસનાં રાષ્ટ્રીય પ્રવક્તા શાન ખાન, શહેર ઈંટુકનાં પ્રમુખ ઉમાશંકર મિશ્રા, અવધેશ મૌર્યા, વેદ પ્રકાશ પાંડે, એસ કે દુબે, કનિષ્ક દુબે, શ્રાવણ તિવારી સહિત અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.