હજીરા-સુરત, ૧૭ નવેમ્બર ૨૦૨૨: વિશ્વની બે અગ્રણી સ્ટીલ ઉત્પાદક કંપનીઓ આર્સેલરમિત્તલ અને નિપ્પોન સ્ટીલ ઈન્ડિયાના સંયુક્ત સાહસ આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડિયા (AM/NS India) એ આજે “રિઈમેજીનિયરીંગ” ના શિર્ષક હેઠળ તેના સૌપ્રથમ કોર્પોરેટ બ્રાન્ડ કેમ્પેઈનની રજૂઆત કરી છે.
“રિઈમેજીનિયરીંગ” એ રિઈમેજીનેશન અને એન્જીનિયરીંગ એવા બે શબ્દોનો સમન્વય છે. આ બે શબ્દો આગામી દાયકામાં ભારતની વૃધ્ધિ અને વિકાસને આકાર આપશે. આ કેમ્પેઈનનો ઉદ્દેશ AM/NS Indiaને એક બ્રાન્ડ તરીકે પ્રમોટ કરીને તેને ભારતની મહત્વાકાંક્ષા સાથે જોડવાનો અને કંપનીને એક વ્યુહાત્મક બિઝનેસ એસેટ તરીકે ઉપસાવવાનો છે. આ બ્રાન્ડ એક નવા “સ્માર્ટર સ્ટીલ્સ, બ્રાઈટર ફ્યુચર” નામના એક પોઝિશનિંગ સ્ટેટમેન્ટ સાથે આવી રહી છે.
આ મલ્ટીચેનલ કેમ્પેઈનની થીમ અને ફોકસ, અગ્રણી ગ્લોબલ બ્રાન્ડીંગ એજન્સી AM/NS Indiaના આંતરિક અને બાહ્ય સહયોગીઓ સાથે મળીને ઘનિષ્ટ રિસર્ચ સાથે આગળ ધપશે. તેમજ નવો બ્રાન્ડ કેમ્પેઈન અને પોઝિશનીંગ સ્ટેટમેન્ટ AM/NS Indiaની પેરેન્ટ કંપનીઓની અનોખી લાક્ષણિકતાને અનુસરશે. આ કંપનીઓ સ્ટીલ ઉદ્યોગમાં સંશોધન, વિકાસ અને નવી ટેકનોલોજી અપનાવવામાં તેમજ ઉદ્યોગને ડિકાર્બોનાઈઝ કરવાના પ્રયાસોનુ નેતૃત્વ કરી રહી છે.
AM/NS Indiaના ચીફ એક્ઝિક્યુટીવ ઓફિસર (CEO) શ્રી દિલીપ ઓમ્મેન જણાવે છે કે “ભારતના સ્ટીલ ઉદ્યોગ પ્રમાણમાં નવો પ્રવેશ કરતું આ કેમ્પેઈન અમારા ક્ષેત્રમાં જે ક્ષમતાઓ દેખાઈ રહી છે તેની ઉર્જા અને રોમાંચનુ પ્રતિનિધિત્વ કરે છે. AM/NS India યુવા અને ગતિશિલ છે. તે બિઝનેસના આયોજન અને અમલીકરણમાં ફોકસ ધરાવે છે. એકંદરે એક જવાબદાર સ્ટીલ ઉત્પાદક તરીકે અમે સલામત, પર્યાવરણલક્ષી અને નીતિલક્ષી બિઝનેસ પ્રેકટીસ માટે અને અમારા સમુદાયો, કર્મચારીઓ અને ગ્રાહકો માટે મૂલ્યસર્જન કરવામાં કટિબધ્ધ છીએ. રિઈમેજીનિયરીંગ કેમ્પેઈનમાં આ તમામ ગુણવત્તા વણાયેલી જણાય છે. ”
ક્રિએટીવ લેન્ડ એશિયા (સીએલએ) નિર્મિત વિજ્ઞાપનો કે જે ભારતની વિકાસ ગાથા સાથે જોડીને એએમ/એનએસ ઈન્ડિયાનુ ભવિષ્યલક્ષી સ્ટીલ અંગેનુ વિઝન રજૂ કરશે. આ કેમ્પેઈન, ટેલિવિઝન, પ્રિન્ટ, ડિજીટલ મિડીયા, આઉટ ઓફ હોમ (ઓઓએચ) એડવર્ટાઈઝીંગ, રેડિયો વગેરે ૩૬૦ ડીગ્રી મિડીયા એપ્રોચ સાથે રજૂ કરવામાં આવશે.