સુરત

સ્માર્ટ મીટરને લઈને DGVCL કચેરીમાં આવેદન આપવામાં આવ્યું

સ્માર્ટ વિજ મીટર થી દેશ પર ૫૦ હજાર કરોડ નો બોજ આવશે -મહેશ અણઘણ

સુરતઃ આજરોજ વોર્ડ નં. 3 ના કોર્પોરેટર મહેશભાઈ અણઘણ ની આગેવાની માં સુરત શહેર વોર્ડ નં. 3 ના રહીશો અને આગેવાનો દ્વારા સુરત માં સ્માર્ટ મીટરો માં જે ગેરરીતિઓની અને ચાર્જ વધુ વસુલાતો હોવાની ફરિયાદ ઉઠવા પામી છે તે બદલ આજે કાપોદ્રા ખાતે આવેલ DGVCL કચેરીમાં આવેદન આપવામાં આવ્યું હતું.

વધુમાં ‘આપ’ કોર્પોરેટર મહેશ અણઘણે જણાવ્યું હતું કે, સરકાર દ્રારા નિમણુક કરેલ પ્રાઈવેટ ઇજારદાર ના માણસો અનધિકૃત રીતે સોસાયટીઓ માં જઈને ગેરકાયદેસર રીતે સર્વે કરે છે તે કોઈ પણ સંજોગોમાં થવું નહીં જોઈએ. જુના ડિજિટલ મીટરો ને બદલે સ્માર્ટ મીટરો લગાડવાથી ચાર્જ વધુ વસુલાતો હોવાની હમણાંથી વારંવાર ફરિયાદો ઉઠવા પામી છે. એક બાજુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી  દેશના 80 કરોડ લોકોને મફત રાશન આપવાની વાત કરે છે, બીજી તરફ સ્માર્ટ મીટરો લગાવીને એડવાન્સ નાણાં લઈ  પ્રજાને લૂટવાનું કામ કરે છે તે સાંખી લેવાય એમ નથી.

મહેશભાઈ અણઘણે તંત્ર ને ચીમકી ના સ્વર માં જણાવ્યું છે કે, સ્માર્ટ મીટર બાબત માં જો પ્રજાને હાલાકી પડશે અને તે પછી કોઈ ઘર્ષણ થશે તો તેના સીધા જવાબદાર તંત્ર અને શાસકો રહેશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button