બિઝનેસસુરત

એએમ/એનએસ ઈન્ડિયાના એસોસિએટ્સને રાજ્ય શ્રમશક્તિ એવોર્ડ એનાયત કરાયો  

 હજીરા-સુરત, 18 ફેબ્રુઆરી 2023: આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડિયા (એએમ/એનએસ ઈન્ડિયાના)ના એસોસિએટ્સને રાજ્ય સરકારનો પ્રતિષ્ઠિત રાજ્ય શ્રમરત્ન એવોર્ડ એનાયત કરાયો છે. એએમ/એનએસ ઈન્ડિયાએ દક્ષિણ ગુજરાત ક્ષેત્રના ઉદ્યોગો માટેના 16 માંથી 2 એવોર્ડ જીત્યા છે.

પ્રિન્સ એન્જીટેકના બિપીન નેના એએમ/એનએસ ઈન્ડિયાના ૫૦૦ મેગાવૉટના પાવરપ્લાન્ટમાં કાર્યરત છે. તેમને ગુજરાત સરકારની રાજ્ય પુરસ્કૃત શ્રમ પરિતોષિક (શ્રમ પુરસ્કાર) યોજના હેઠળનું સર્વોચ્ચ સન્માન “રાજ્ય શ્રમ રત્ન એવોર્ડ” એનાયત કરવામાં આવ્યો છે. આ એવોર્ડમાં તેમને રૂ, ૨૫,૦૦૦નું રોકડ ઈનામ અને સન્માન પત્રનો સમાવેશ થાય છે. આ ઉપરાંત જગન્નાથ એન્ટરપ્રાઈઝના સંતોષ કુમાર એએમ/એનએસ ઈન્ડિયાના એચ.આર.સી. ડિવિઝનમાં કામ કરે છે. તેમણે “ રાજ્ય શ્રમ વીર એવોર્ડ” એનાયત કરવામાં આવ્યો હતો. આ એવોર્ડમાં સંતોષ કુમારને રૂ, ૧૦,000નું રોકડ ઈનામ અને સન્માન પત્ર પ્રાપ્ત થયું છે. આ બંને એવોર્ડ ગાંધીનગરમાં રાજ્ય સરકારના ઉદ્યોગ મંત્રીશ્રી બળવંતસિંહ રાજપૂતના હસ્તે એનાયત કરવામાં આવ્યો હતો.    

એએમ/એનએસ ઈન્ડિયાના હ્યુમન રિસોર્સ ઓપરેશન્સ, આઈઆર અને એડમિનીસ્ટ્રેશનના વડા ડો. અનિલ મટૂ જણાવે છે કે “ બિપીન નેના અને સંતોષ કુમાર દ્વારા પોતાના કાર્ય ક્ષેત્રમાં કરેલી પ્રશંસનીય કામગીરી બદલ રાજ્ય સરકાર તરફથી મળેલા પુરસ્કાર માટે એએમ/એનએસ ઈન્ડિયા તરફથી અભિનંદન પાઠવું છું. એએમ/એનએસ ઈન્ડિયા ખાતે, અમે કામદારો અને કર્મચારીઓની સુરક્ષાને સર્વોચ્ચ અગ્રતા આપીએ છીએ, અને રાજ્ય સરકાર તરફથી એવોર્ડ મેળવનારા અમારા 2 એસોસિએટ્સ તેનો પુરાવો છે. તેમણે સમયસૂચકતા સાથે કરેલા કાર્યો એએમ/એનએસ ઈન્ડિયાને હંમેશા પ્રોત્સાહીત કરશે. તેમણે વ્યક્તિગત સલામતિની સાથે-સાથે તમામ લોકોની સલામતિને મહત્વ આપ્યું તે બદલ અમે એએમ/એનએસ ઈન્ડિયા ખાતે તેમની કામગીરીનું ગૌરવ અનુભવીએ છીએ.“

ગુજરાત સરકાર રાજ્ય પુરસ્કૃત શ્રમ પારિતોષક એવોર્ડ  (શ્રમ એવોર્ડ) ઉત્પાદન, ઔદ્યોગિક શાંતિ અને સમયસૂચકતા વાપરીને જાહેર સંપત્તિની સાથે સાથે સહકર્મચારીઓના જીવના બચાવ માટે તથા  કામદારોએ પોતાની સમયસૂચકતા સાથે કરેલી ઈનોવેટિવ કામગીરી તેમજ કામદાર કલ્યાણની કામગીરીને  બિરદાવવા અને પ્રોત્સાહિત કરવા માટે આપવામાં આવે છે. આ એવોર્ડ દર વર્ષે વિશ્વકર્મા જયંતિ પ્રસંગે આપવામાં આવે છે. 

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button