સુરતસ્પોર્ટ્સ

એએમ/એનએસ ઈન્ડિયા ફૂટબૉલ કપનો પ્રારંભ

હજીરા-સુરત, 20 ડિસેમ્બર 2022: ફૂટબોલના વર્લ્ડ કપનુ સમાપન થયુ છે પરંતુ આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડીયા (એએમ/એનએસ ઈન્ડિયા)માં ફૂટબૉલ ફીવરનો હવે પ્રારંભ થયો છે.

હજીરા-સુરતમાં એએમ/એનએસ ઈન્ડિયાની ટાઉનશીપમાં એએમ/એનએસ ઈન્ડિયા ફૂટબૉલ કપનો સોમવારે પ્રારંભ થયો છે અને શનિવાર તા. 24 ડિસેમ્બરના રોજ તેનુ સમાપન થશે. આ ટુર્નામેન્ટનો પ્રારંભ સોમવારે સાંજે એએમ/એનએસ ઈન્ડિયાના હ્યુમન રિસોર્સ ઓપરેશન, આઈઆર અને એડમિનીસ્ટ્રેશન વિભાગના હેડ ડો. અનિલ મટૂના હસ્તે થયો હતો.

ડો. અનિલ મટૂએ આ પ્રસંગે જણાવ્યું હતું કે “એએમ/એનએસ ઈન્ડિયા તેના કર્મચારીઓનાં સર્વાંગી વિકાસ અને આરોગ્ય માટે કટિબધ્ધ છે અને રમત એ માટેનુ મહત્વનુ પાસુ છે. મને વિશ્વાસ છે કે આગામી 6 દિવસ દરમ્યાન અમને શ્રેષ્ઠ ટુર્નામેન્ટ જોવા મળશે. હુ સમગ્ર દેશમાંથી હજીરામાં આયોજિત આ ટુર્નામેન્ટમાં સામેલ થનાર તમામને શુભેચ્છાઓ પાઠવુ છું.”

એએમ/એનએસ ઈન્ડિયા ફૂટબોલ કપની પ્રથમ મેચ ટીમના હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટસ વચ્ચે રમાઈ હતી.

હજીરા, પારાદીપ, મુંબઈ, ખોપોલી, બારબીલ, વિઝાશાખાપટ્ટનમ, પુના અને દબુના સહિતની 11 ટીમ આ ટુર્નામેન્ટમાં સામેલ થઈ છે અને આ તમામ ટીમને ચાર ગ્રુપમાં વહેચી નાખવામાં આવી છે. આ 11 ટીમો વચ્ચે સેમિ ફાયનલ અને ફાયનલ સહિત કુલ 16 મેચ રમાશે. ટુર્નામેન્ટના ફાયનલમાં મહિલાઓની એક મેચનું પણ આયોજન કરવામાં આવ્યુ છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button