વેસુમાં તમામ જૈનાચાર્યો તથા 38થી વધુ જિન પ્રતિમાઓનો ભવ્ય પ્રવેશ થયો
સુરતમાં ઝડપથી વિકસિત વેસુ વિસ્તાર માં સુરતના જૈનોના સહિયારા અદભુત પ્રયાસથી તથા શુભ ભાવનાથી સુરતનું સર્વ પ્રથમ 24 જિનાલય નિર્માણ પામ્યુ છે ત્યારે જૈનોના 24 તીર્થંકર ભગવાનના એક સાથે જ્યાં જઇ ને દર્શન થઇ શકે તેવા 26 શિખર તથા 4 રંગમંડપયુક્ત વિશાળ મહાજિનાલયનું નિર્માણ પરિપૂર્ણતાને આરે છે.
મૂળનાયક ઋષભદેવ ભગવાન બિરાજમાન થશે અને આબુ-દેલવાડાની કોતરણીની યાદ અપાવે તેવું આ ભવ્ય જિનાલય જૈનાચાર્ય શ્રી વિજય રત્નચન્દ્રસૂરીશ્વરજી મહારાજ સાહેબ (ડહેલાવાળા)ની પ્રેરણા તથા નિશ્રાથી સર્જાયું છે. તેમનાં સાનિધ્યમાં તા. 7 ડિસેમ્બરથી 16 ડિસેમ્બર સુધી ભવ્ય મહામહોત્સવ ઉજવાશે.
તા. 7 ડિસેમ્બરના રોજ જાજરમાન શોભાયાત્રાપૂર્વક વેસુમાં તમામ જૈનાચાર્યો તથા 38થી વધુ જિન પ્રતિમાઓનો ભવ્ય પ્રવેશ થયો હતો.
જેમાં – 38-38 પરમાત્મા સહ ગુરુભગવંતો નો પ્રવેશ નો જાજરમાન વરઘોડો, હાથી, 26 બગી , 4 ઘોડા, બેન્ડ શેહનાઈ, પંજાબી ઢોલ, નાસિક ઢોલ ખડકવાડી ઇત્યાદિ શોભાયાત્રા નીકળી હતી.
શુભ મુહૂર્ત મા પ્રભુજી નો જિનાલય મા પ્રવેશ કરાયો હતો
તા. 10 ડિસેમ્બરના રોજ રવિવારે મૂળનાયક ભગવાન વિગેરેની પ્રતિષ્ઠાની ઉછામણી થશે તથા 15 ડિસેમ્બરના રોજ ભવ્ય પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાશે.