ધર્મ દર્શનબિઝનેસ

અદાણી અને ગીતાપ્રેસ મહાકુંભમાં ‘સનાતન સાહિત્ય સેવા’ કરશે

મહાકુંભ એ ભારતીય સંસ્કૃતિ અને આસ્થાનો મહાયજ્ઞ: ગૌતમ અદાણી

અદાણી ગ્રુપ અને ગીતા પ્રેસે મહાકુંભ દરમિયાન ‘આરતી સંગ્રહ’ ની એક કરોડ નકલોનું શ્રદ્ધાળુઓને મફત વિતરણ માટે સહયોગ કરવાનો નિર્ણય લીધો છે. આ મામલે ૧૦ જાન્યુઆરીના રોજ ભારતીય સંસ્કૃતિના સંરક્ષણ, સંવર્ધન અને પ્રચાર-પ્રસારને સમર્પિત ગીતાપ્રેસના અધિકારીઓએ અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીની મુલાકાત લીધી હતી.

આ બેઠક અદાણી ગ્રુપના અમદાવાદ કાર્યાલય ખાતે યોજાઈ હતી. અદાણી ગ્રુપે ભારતીય સાંસ્કૃતિક એકતાના સૌથી મોટા ઉત્સવ મહાકુંભમાં સમર્પિત સેવાનું વચન આપ્યું છે.

આ પ્રસંગે ગૌતમ અદાણી જણાવ્યું હતું કે. “મહાકુંભ એ ભારતીય સંસ્કૃતિ અને ધાર્મિક આસ્થાનો મહાન યજ્ઞ છે. અમે ભાગ્યશાળી છીએ કે ભક્તિ અને શ્રદ્ધાના મહાકુંભમાં ભક્તિની ગંગાના પ્રવાહમાં પવિત્ર સંસ્થા ગીતા પ્રેસનો સહયોગ મળ્યો છે. નિઃસ્વાર્થ સેવા, ધર્મ અને સંસ્કૃતિ પ્રત્યે જવાબદારીની ભાવના એ દેશભક્તિનું એક સ્વરૂપ છે જેના માટે અમે પ્રતિબદ્ધ છીએ”.

સનાતન ધર્મની સેવામાં વર્ષોથી કાર્યરત ગીતા પ્રેસે આરતી સંગ્રહના પ્રકાશન માટે અદાણી ગ્રુપ સાથે હાથ મિલાવ્યા છે. 1૦૦ વર્ષની યાત્રા પૂર્ણ કર્યા બાદ ગીતા પ્રેસ હવે બીજી સદીની તૈયારી તરફ આગળ વધી રહી છે.

ગીતા પ્રેસે અદાણી ગ્રુપના સહયોગની પ્રશંસા કરતા કહ્યું હતું કે “ગીતા પ્રેસ પવિત્ર ભાવના સાથે કામ કરતા ગ્રુપ પ્રત્યે આદર ધરાવે છે. અદાણી ગ્રુપના ચેરમેન શ્રી ગૌતમ અદાણી સનાતન સંસ્કૃતિની સેવાનો સંકલ્પ લઈને સાંસ્કૃતિક, આધ્યાત્મિક યાત્રામાં જોડાયા છે તે ખૂબ જ આનંદની વાત છે. ગીતા પ્રેસને વિશ્વાસ છે કે આ સંકલ્પ સંકલન અને શ્રદ્ધા સાથે સનાતન ધર્મના પ્રચાર-પ્રસાર માટે અને ભારતને વિશ્વગુરુ બનાવવા ઉર્જાવાન બનાવશે”.

ગૌતમ અદાણી સાથેની આ બેઠકમાં ગીતા પ્રેસ વતી જનરલ સેક્રેટરી નીલરતન ચાંદગોઠિયા, ટ્રસ્ટી દેવી દયાલ અગ્રવાલ, ટ્રસ્ટ બોર્ડના સભ્ય રામ નારાયણ ચાંડક, મેનેજર લાલ મણિ તિવારી અને આચાર્ય સંજય તિવારી હાજર રહ્યા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button