
અમદાવાદ: તા ૧૯ જૂન 2023 ના રોજ અમદાવાદ ખાતે સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાત અને ગુજરાત રાજય યોગ બોર્ડના ઉપક્રમે જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરી, અમદાવાદ દ્વારા અમદાવાદ પશ્ચિમ લોકસભાના સાંસદ સભ્ય ડો. કિરિટ સોલંકી, મણિનગર વિધાનસભાના ધારાસભ્ય અમુલ ભટ્ટ, ગુજરાત રાજય યોગ બોર્ડના ચેરમેન શીશપાલાજી અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં ધ અરેના ટ્રાન્સસટેડિયા, મણીનગર, અમદાવાદ ખાતે સાંસદ યોગ સ્પર્ધાનું ઉત્તમ આયોજન કરવામાં આવ્યું.
આ સાંસદ યોગ સ્પર્ધા કુલ ૦૪ વયજુથમાં રમાયેલ હતી તથા તમામ વયજુથમાં કુલ ૧૩૭ જેટલા લોકોએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં અમદાવાદ શહેરમાં આરતી યોગા સ્ટુડિયો ના આરતી પટેલ ને આ પ્રતિયોગિતા માં તેમના વય જૂથ ૨૦ થી ૩૫ માટે શ્રેષ્ઠ પસંદ કરી સ્પર્ધા ના વિજેતા તરીકે મેડલ અને સર્ટિફિકેટ આપી ખાસ સન્માન કરવામાં આવ્યું હતુ.