બિઝનેસસુરત

‘Unlocking Financial Success : Financial Literacy Exclusively for Entrepreneurs’ વિશે વર્કશોપ યોજાયો

સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા સંચાલિત SGCCI વિદ્યાદીપ સ્કીલ એકવીઝીશન સેન્ટર દ્વારા શુક્રવાર, તા. રર સપ્ટેમ્બર, ર૦ર૩ના રોજ સવારે ૧૦:૦૦ કલાકથી આખા દિવસ માટે સમૃદ્ધિ, નાનપુરા, સુરત ખાતે ‘Unlocking Financial Success : Financial Literacy Exclusively for Entrepreneurs’ વિષય પર વર્કશોપ યોજાયો હતો. જેમાં નિષ્ણાંત ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સ્વાતિ પંચાલે લઘુ ઉદ્યોગકારો અને સ્ટાર્ટઅપ કરવા માગતા ઉદ્યોગ સાહસિકોને બિઝનેસ માટે મહત્વપૂર્ણ ભંડોળના વિકલ્પો તથા માલિકીથી કંપનીના લિસ્ટિંગ સુધીની પરિવર્તન યાત્રાના નિર્ણાયક વિષયો અંગે વિસ્તૃત જાણકારી આપી હતી.

ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સ્વાતિ પંચાલે કંપનીની શરૂઆતથી બિઝનેસના ડેવલપમેન્ટ માટેના વિવિધ પાસાઓ વિષે માહિતી આપી હતી. તેમણે સમુદાય પર અસર કરતા નાણાંકીય સાક્ષરતાની જરૂરિયાતોના વિષયને પણ આવરી લીધો હતો. સાથે જ નાણાંકીય સફળતા માટે જરૂરી પાસાઓની વિગતવાર ચર્ચા કરી હતી. તેમણે વર્કશોપમાં ઉપસ્થિત લઘુ ઉદ્યોગકારો, સ્ટાર્ટઅપ કરનારા ઉદ્યોગ સાહસિકો તથા વિદ્યાર્થીઓને ટેકસ, સરકારી યોજનાઓ અને બિઝનેસમાં મદદરૂપ થઈ શકે તેવી વિવિધ બાબતો વિશે સમજણ આપી હતી.

ચેમ્બર ઓફ કોમર્સના SGCCI એજ્યુકેશન એન્ડ સ્કીલ ડેવલપમેન્ટ સેન્ટરના ચેરમેન મહેશ પમનાનીએ સ્વાગત પ્રવચન કર્યું હતું. SGCCI વિદ્યાદીપ સ્કીલ એકવીઝીશન સેન્ટરના સીઇઓ ડો. રૂપાલી ફુલઝેલેએ સમગ્ર વર્કશોપનું સંચાલન કર્યું હતું. નિષ્ણાંત વકતાએ લઘુ ઉદ્યોગકારો તેમજ ઉદ્યોગ સાહસિકોના વિવિધ સવાલોના સંતોષકારક જવાબો આપ્યા હતા અને ત્યારબાદ વર્કશોપનું સમાપન થયું હતું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button