માતૃશક્તિને ઉજાગર કરતો અનોખો કાર્યક્રમ “શક્તિ નિકેતન”
વરાછા કમલ પાર્ક સોસાયટી સ્થિત અર્ચના વિદ્યા નિકેતનમાં નવરાત્રિ દરમિયાન માતાઓ માટે પેરેન્ટિંગ સેશનનું આયોજન કરવામાં આવે છે. નવરાત્રી એટલે માં શક્તિ નું પર્વ કહેવાય છે કે આ દિવસોમાં અર્જિત કરેલી શક્તિ શ્રેષ્ઠ અને ખૂબ જ બળવાન હોય છે.
મા શક્તિ બાળકના ઉછેર માટે ઘરે ઘરે જઈ શકતી નથી તેથી વિશ્વમાં દરેક બાળકને મા શક્તિએ પોતાની “મા” ભેટ આપેલી છે. નિકેતન શાળા પરિવાર ની તમામ માતાઓને સન્માનિત કરવા અને પોતાના બાળકની શ્રેષ્ઠ કારકિર્દી માટે શક્તિ અર્જિત કરવાના હેતુસર શાળામાં માતૃશક્તિને ઉજાગર કરતો કાર્યક્રમ “શક્તિ નિકેતન” નું આયોજન કરવામાં આવેલ છે.
માતાઓ દ્વારા દીપપ્રાગટ્ય , પ્રાર્થના , વિવિધ એક્ટિવિટી , રમત-ગમ્મત અને રાસ ગરબાની રમઝટ તથા અંતમાં આરતી કરીને મા શક્તિની આરાધના કરી હતી. શાળાના ટ્રસ્ટી ધીરુભાઈ પરડવા અને આચાર્ય રજિતા તુમ્મા એ પણ આ શક્તિ પર્વમાં તમામ માતાઓને શુભેચ્છા પાઠવી હતી.