એજ્યુકેશન
ધી રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીએ એક્વાથ્લોનમાં મેળવ્યો સિલ્વર મેડલ
સુરતના વિદ્યાર્થીઓ રમતગમતના મેદાનમાં પણ કાઢું કાઢી રહ્યાં છે. સુરતના અડાજણ વિસ્તારમાં આવેલી સુપ્રસિદ્ધ ધી રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલ જહાંગીરબાદના વિદ્યાર્થી ક્રિશિવ પટેલે એક્વાથ્લોનમાં સફળતા મેળવી છે. હાલમાં હૈદરાબાદ ખાતે યોજાયેલી મીની ઓરેન્જ એક્વાથ્લોનમાં સિલ્વર મેડલ મેળવ્યું.
તદુપરાંત હિંમતનગરમાં યોજાયેલ રાજ્ય કક્ષાએ ખેલ મહાકુંભ બોયસ અંડર- 19, બટરફલાય 200 m માં બ્રોન્ઝ મેડલ મેળવી સફળતાના શિખર સર કરી શાળાને ગૌરવ અપાવ્યું છે. આ સુવર્ણ અવસર પર શાળાના પરિવારે ક્રિશિવને આગળ પણ આવી જ અકબંધ સફળતા માટે શુભકામના પાઠવી હતી.