એજ્યુકેશનસુરત

શાળા આરોગ્ય તપાસ કાર્યક્રમ આયોજીત કરવામાં આવ્યો

ટી.એન્ડ ટી.વી.ઇન્સ્ટીટયુટ ઓફ નર્સિંગ, રામપુરા સુરતનાં વિદ્યાર્થીઓ દ્વારા કાર્યક્રમ આયોજીત

સુરત : ટી.એન્ડ ટી.વી.ઇન્સ્ટીટયુટ ઓફ નર્સિંગ, રામપુરા, સુરતનાં પાંચમાં સેમેસ્ટર બી.એસસી.નર્સિંગ અને ત્રીજુ વર્ષ જી.એન.એમ. વિદ્યાર્થીઓ દ્વારા ૧૯ ના રોજ શાળા આરોગ્ય તપાસ કાર્યક્રમ આયોજીત કરવામાં આવ્યો હતો.
એસ.એચ.લોખંડવાલા સ્કૂલ, કતારગામ, સુરત ખાતે શાળા આરોગ્ય તપાસ કાર્યક્રમમાં શાળાના આચાર્ય, શિક્ષકો અને ધોરણ સાત અને આઠના ૧૫૦ જેટલાં વિદ્યાર્થીઓ અને નર્સિંગ કોલેજોના ફેકલ્ટીઓ,નર્સિંગના વિધાર્થીઓ હાજર રહ્યા હતા.

જેના ભાગરૂપે વિદ્યાર્થીઓનું આરોગ્ય મૂલ્યાંકન, બાળકોની તંદુરસ્ત સ્વાસ્થ્યની આદતો અપનાવવા, પ્રોત્સાહિત કરવા, પોષણયુક્ત આહારનાં ફાયદાનો પર આરોગ્ય શિક્ષણ, રમત ગમતનાં ફાયદાઓ અને ચાર્ટ પ્રદર્શન દ્રારા શરીરની સ્વચ્છતા, દાંતની સફાઈ,ઈન્ટરનેટ સેફટી,ફાયરના સાધનોની જાણકારી જેવા વિષયો પર માહિતી આપવામાં આવી હતી.શાળાના શિક્ષકો, બાળકો અને શાળાના તમામ પરિવાર દ્રારા આ કાર્યક્રમ સફળ રહ્યો છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button