નેશનલસુરત

ઉદ્યોગકારોને માર્ગદર્શન આપવા હેતુ ‘ટેકસટાઇલ વેસ્ટ રિસાયકલીંગ માટે તકો’ વિષે નોલેજ શેરીંગ સેશન યોજાશે

સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી તથા યુએન એન્વાયરમેન્ટ પ્રોગ્રામ, સેન્ટર ફોર એન્વાયરમેન્ટ એજ્યુકેશન (CEE) અને SGTPA ના સંયુકત ઉપક્રમે શુક્રવાર, તા. ૧૪ ઓકટોબર, ર૦રર ના રોજ બપોરે ૩:૩૦ થી સાંજે ૪:૩૦ કલાક દરમ્યાન ગુગલ મીટ પર ઓનલાઇન નોલેજ શેરીંગ સેશનનું આયોજન કરવામાં આવ્યું છે.

જેમાં નિષ્ણાત વકતા તરીકે Kiabza ના કો–ફાઉન્ડર એન્ડ સીઇઓ નોહર નાથ દ્વારા કાપડના કચરાનું સંચાલન કરવાની જરૂરિયાત, પ્રિ–કન્ઝયુમર ટેકસટાઇલ વેસ્ટ માટે બિઝનેસ મોડલ અને તેનું ડેવલપમેન્ટ તથા ઉદ્યોગ અને મ્યુનિસિપલ કોર્પોરેશનને લાભો વિષે મહત્વનું માર્ગદર્શન આપવામાં આવશે.

ઉપરોકત નોલેજ શેરીંગ સેશનમાં જોડાવવા માટે અહીં આપેલી ગુગલ લીન્ક https://forms.gle/o95cLjAeVSTJdyvY9 પર ઓનલાઇન રજિસ્ટ્રેશન કરવાનું રહેશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button