એલ.પી. સવાણી ગ્રુપ ઓફ સ્કુલ માં ભવ્ય મહા રક્તદાન કેમ્પ નું આયોજન
મહા રક્તદાન કેમ્પ માં 544 યુનિટ ભેગા થયા

સુરત : “માનવસેવા એ જ મહાન સેવા છે “આ ઉદ્દેશની સાથે સુરત શહેર ની જાણીતી અને અગ્રેસર શૈક્ષણિક સંસ્થા એલ.પી.સવાણી ગ્રુપ ઓફ સ્કૂલ દ્વારા 31 ઓગસ્ટ 2025 ને રવિવારના રોજ આ મહાન કાર્ય નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્ય અતિથિ તરીકે કૃણાલ સેલર ( પાણી પુરવઠા વિભાગના વાયસ ચેરમેન) હાજરી આપી કાર્યક્રમની શોભા વધારી હતી.
એલ.પી.સવાણી ગ્રુપ ઓફ સ્કૂલ દ્વારા આ કેમ્પમાં વિશાળ પ્રમાણમાં યુવાનો, વાલીશ્રીઓ અને સમાજસેવકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો તેમજ બીજાના જીવનને બચાવવાની સેવાનું મહાન કાર્ય કર્યું હતું. શાળાના શિક્ષકો દ્વારા ગણેશજીના અલગ અલગ પંડાલ ઉપર જઈને પણ રક્તદાનના કેમ્પ યોજવામાં આવ્યા હતા. તેમાં પણ ઘણા સમાજસેવકો દ્વારા આ મહાન કાર્ય માં પોતાનું યોગદાન આપ્યું હતું. શાળામાં કુલ 5000 વ્યક્તિઓ રક્તદાન કાર્ય માં હાજર રહ્યા હતા. જેમાંથી કુલ 3544 યુનિટ ભેગા થયા હતા.
આ કાર્યક્રમ માં આયોજકો તરફથી જણાવ્યું કે એક યુનિટ રક્ત થી ત્રણ દર્દીઓનો જીવ બચી શકે છે. રક્તદાનથી પોતાનું આરોગ્ય મજબૂત રહે છે. આ રીતે આવનારા દરેક વ્યક્તિને સમજાવવામાં આવ્યા હતા.આમ સંપૂર્ણ રક્તદાન કેમ્પ ખૂબ જ શાંતિપૂર્ણ રીતે સમાપ્ત થયો હતો. આ મહાન સેવા યજ્ઞમાં 800 જેટલા શિક્ષકો અને 300 જેટલા નોન ટીચિંગ સ્ટાફ જોડાયા હતા.
આ સમગ્ર કાર્યક્રમમાં ઉપસ્થિત શાળાના ટ્રસ્ટી માવજીભાઈ સવાણી ,વાઇસ ચેરમેન ડો. ધર્મેન્દ્ર સવાણી ,ડિરેક્ટર પૂર્વીબેન સવાણી, સંચાલક મયંક ઠાકોર સર તેમજ શાળાના આચાર્યશ્રી ડો. ક્ષિતિજ પટેલ સર,CBSE આચાર્ય રજનીશ સર આ સર્વે પણ આ મહાન કાર્યમાં જોડાયા હતા. સમગ્ર કાર્યક્રમમાં દરેક વ્યક્તિઓને તેઓએ પ્રોત્સાહિત કર્યા હતા.