રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓએ NEET 2024માં ઉત્કૃષ્ટ પરિણામ મેળવ્યું

સુરત: શહેરની જાણીતી રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલ, જહાંગીરાબાદે NEET 2024 માં ગજબના પરિણામો મેળવીને સુરતનું ગૌરવ વધાર્યું છે. સ્કૂલના વિદ્યાર્થીઓએ તેમના પરિશ્રમ અને શિક્ષકોના માર્ગદર્શન હેઠળ ઉત્કૃષ્ટ પરિણામો હાંસલ કરીને સમગ્ર શહેરનું નામ રોશન કર્યું છે. સ્કૂલના મેનેજમેન્ટે જણાવ્યું કે, “અમારા વિદ્યાર્થીઓની મહેનત અને શિક્ષકોની નિષ્ઠાએ આ સફળતા પ્રાપ્ત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. આ સિદ્ધિએ સ્કૂલના શૈક્ષણિક ગુણવત્તાનો પ્રમાણપત્ર પુરવાર કર્યો છે.”
સ્કૂલના ટોપર્સના નામ અને સ્કોર
લાવણ્યા વર્મા – સ્કોર: 669/720
મુસકાન પવાર – સ્કોર: 622/720
આયુષ કુમાર સિંહ – સ્કોર: 606/720
હસ્તી દયાણી – સ્કોર: 606/720
અભ્યાસ પદ્ધતિ:
રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલે NEET પરીક્ષાની તૈયારી માટે વિશિષ્ટ શિક્ષણ કાર્યક્રમ અમલમાં મૂક્યો હતો, જેમાં વિશેષ માર્ગદર્શન, મૉક ટેસ્ટ અને રિવિઝન સેશનનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ અભ્યાસક્રમ દ્વારા વિદ્યાર્થીઓએ પરીક્ષાની આકૃતિ અને સમય વ્યવસ્થાપનને સમજવામાં સહજતા અનુભવી.
વિદ્યાર્થીઓના પ્રતિભાવ
લાવણ્યા વર્માએ જણાવ્યું કે, “શાળાના મૉક ટેસ્ટ અને રિવિઝન સેશનના કારણે હું મારા કમજોરીના વિષયો પર વધુ ધ્યાન આપી શકી અને પરીક્ષામાં શ્રેષ્ઠતા હાંસલ કરી.”
મુસકાન પવારના માતા-પિતાએ જણાવ્યું કે, “રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલના શિક્ષણ અને માર્ગદર્શન દ્વારા અમારા બાળકને સંભાળ અને પ્રોત્સાહન મળ્યું, જેની મદદથી તે આ સફળતા મેળવી શકી.”
આ પ્રસંગે સ્કૂલના ચેરમેન રામજી માંગુકિયા, વાઇસ પ્રેસિડેન્ટ જિગ્નેશભાઈ માંગુકિયા, મેનેજિંગ ડિરેક્ટર કિશનભાઈ માંગુકિયા, કેમ્પસ ડિરેક્ટર આશિષ વાઘાણી અને ઉર્જાસભર પ્રિન્સિપાલ વિરલ નાણાવટી અને તૃષાર પરમારે તમામ વિજેતા રત્નો અને સમગ્ર ટીમને હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા.
ચેરમેન રામજી માંગુકિયાએ જણાવ્યું, “વિદ્યાર્થીઓની મહેનત અને શિક્ષકોના માર્ગદર્શનના કારણે આ સફળતા મળી છે. તેનાથી સમગ્ર સ્કૂલ ગર્વ અનુભવી રહી છે.” પ્રિન્સિપાલ શ્રી તૃષાર પરમારે જણાવ્યું, “વિદ્યાર્થીઓએ બતાવેલી પ્રતિભા અને કઠોર પરિશ્રમ અમને ગૌરવ છે. આ પરિણામો અમારી ટીમના શ્રેષ્ઠ પ્રયાસો અને આદરમાં કેળવેલા શિક્ષણ પદ્ધતિના ફળ છે.”