અર્ચના વિદ્યા નિકેતન શાળામાં પાંચ દિવસીય યોગ શિબિરનું આયોજન
વિવિધ મુદ્રાઓનું મહત્ત્વ, મેડિટેશન, ધ્યાન વગેરે બાબતો વિશે વિશેષ માર્ગદર્શન અને તાલીમ આપવામાં આવી

સુરતઃ કમલપાર્ક, વરાછા સ્થિત અર્ચના વિદ્યા નિકેતન શાળા તેમજ ગુજરાત સ્ટેટ યોગ બોર્ડના સંયુક્ત ઉપક્રમે પાંચ દિવસીય યોગ શિબિરનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં 13 વર્ષથી મોટી ઉંમરના તમામ વ્યક્તિઓ માટે નિઃશુલ્ક યોગ શિબિર રાખવામાં આવી છે.
યોગ કોચ હેમલ પ્રજાપતિ અને તેમની ટીમ તેમજ શાળાના કરાટે અને યોગ કોચ સંજય મોરે દ્વારા યોગનું દરેકના જીવનમાં મહત્ત્વ, યોગ ભગાવે રોગ, આજીવન નિરોગી રહેવા યોગ જરૂરી, વિવિધ મુદ્રાઓનું મહત્ત્વ, મેડિટેશન, ધ્યાન વગેરે બાબતો વિશે વિશેષ માર્ગદર્શન અને તાલીમ આપવામાં આવી. નિયમિત યોગ કરવા બાબતે શિબિરમાં આવનાર તમામે સંકલ્પ લીધો.
આ શિબિરમાં શાળાના પ્રમુખ ડૉ.ધીરજલાલ પરડવા, નિયામક ડૉ. ચંદુભાઈ ભાલીયા, આચાર્ય ડૉ.રજીતા તુમ્મા, શિક્ષકગણ, વિદ્યાર્થીઓ, વાલીઓ અને આસપાસના લોકોએ ઉત્સાહ પૂર્વક લાભ લીધો. શિબિરમાં આવનાર તમામ લોકોએ શાળા અને ગુજરાત સ્ટેટ યોગ બોર્ડનો ખુબ ખુબ આભાર વ્યક્ત કર્યો.